અમદાવાદ: ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. SRK સામે થયેલી FIR મુદ્દે ગુજરાત હાઇકોર્ટે શાહરુખ ખાન (Gujarat High Court On Shahrukh Khan)ને રાહત આપી છે. ફિલ્મ 'રઈસ'ના પ્રમોશન (raees promotion in vadodara) વખતે જે મામલો વિવાદમાં આવ્યો હતો તેને લઈને શાહરુખ ખાન (Shahrukh Khan Vadodara Case) સામે FIR નોંધાઈ હતી જેને ગુજરાત હાઇકોર્ટે રદ કરી દીધી છે.
ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું મોત થયું હતું- વર્ષ 2017માં રઈસ ફિલ્મના પ્રમોશન માટે શાહરુખ ખાન વડોદરા રેલવે સ્ટેશન (Vadodara Railway Station) પર થોડીવાર માટે રોકાયો હતો. એ સમયે વડોદરા રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ જમા થઇ હતી અને એ ધક્કામુક્કીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. એ વ્યક્તિના મોતનું કારણ શાહરૂખ ખાનનું બેજવાબદારી ભર્યું વર્તન હોવાની રજૂઆત સાથે ફરિયાદ નોંધવામાં આવી હતી.
શાહરુખે ઉત્સાહના અતિરેકમાં આવીને વસ્તુઓ ફેંકીહતી- ગત સુનાવણીમાં કોર્ટે અવલોકન એવું હતું કે, રઈશ ફિલ્મનું પ્રમોશન થયું હતું ત્યારે શાહરૂખ ખાને ઉત્સાહના અતિરેકમાં આવીને પ્રમોશનની વસ્તુ લોકોને ફેંકી હતી અને લોકો પણ ઉત્સાહના અતિરેકમાં આવીને જાનની પરવા કર્યા વિના તેની સામે દોડી ગયા હતા. હાઈકોર્ટે પ્રાથમિક રીતે એવું નોંધ્યું હતું કે શાહરૂખ ખાનનું કૃત્ય (Case Against Shahrukh Khan) અતિઉત્સાહી ગણાવી શકાય, પરંતુ માત્ર એમની બેદરકારી ગણાવી શકાય નહીં.
આ પણ વાંચો: આર્યન ખાન કેસમાંથી સમીર વાનખેડેને હટાવાયા, ઝોનલ ડિરેક્ટર તરીકે રહેશે યથાવત
શાહરુખ ખાન માફી માંગવા તૈયાર- આ મામલે શાહરૂખ ખાનના વકીલે શાહરુખ ખાન માફી માંગવા પણ તૈયાર છે તેવી તૈયારી દર્શાવી હતી. તે સમયે કોર્ટે સમાધાનની ફોર્મ્યુલા અંગેની શક્યતાઓ આ અંગે ફરિયાદી તેમજ સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. જેને લઇને આ ફરિયાદને રદ કરવાની માંગ સાથે શાહરૂખ ખાનની ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી અને આજે હાઇકોર્ટે શાહરૂખ ખાનની આ અરજી મંજૂર કરીને ફરિયાદ રદ કરી દીધી છે.