અમદાવાદ: શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા કમિશનર કચેરીમાં શપથ લેવામાં આવ્યાં હતાં. આ સાથે જ તેમની સાથેના અધિકારીઓ તથા કર્મચારીઓને શપથ લેવડાવવામાં આવ્યાં હતાં. પોલીસ કમિશનર સાથે એડમીન જેસીપી, ટ્રાફિક જેસેપી, કંટ્રોલ રૂમમાં ડીસીપી સહિતના અધિકારી અને કર્મચારીઓએ માસ્ક અને અન્ય નિયમોના પાલન માટે શપથ લીધાં હતાં.

માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સાબુ કે સેનેટાઈઝરનો ઉપયોગ, રોગપ્રતિકારક શક્તિ વધે તે તમામ બાબતો અંગે શપથ લેવામાં આવ્યાં હતાં. કમિશનર કચેરીની અંદર આવેલા કંટ્રોલ રૂમમાં પણ કંટ્રોલ ડીસીપી દ્વારા લોકોને શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.