- હાર્દિક પટેલને સેસશ કોર્ટે આપી રાહત
- રાજદ્રોહના કેસ પર રાજ્યની બહાર જવા પર હતી પાંબધી
- એર વર્ષ માટે હટાવવામાં આવી પાંબધી
અમદાવાદ: રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલને રાજ્યની બહાર જવા પર લગાવવામાં આવેલી પાબંધી સામે કોર્ટે હાર્દિક પટેલને રાહત આપી છે. એક વર્ષ સુધી રાજ્યની બહાર જવા માટે હાર્દિક પટેલને કોર્ટની પૂર્વ પરવાનગી હવેથી નહીં લેવી પડે.
રાજ્યની બહાર જવા પર પાંબધી
હાર્દિક પટેલ 23 જૂન 2021 થી 23 જૂન 2022 સુધી રાજ્યની બહાર જઇ શકશે. પટેલ આંદોલન સમયે હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ ચાલતા કોર્ટે તેને રાજ્યની બહાર જવા પર પાંબધી હતી. અગાઉ જ્યારે પણ હાર્દિક પટેલને રાજકીય કારણોસર બહાર જવાનું થતું ત્યારે તેણે કોર્ટ પાસેથી આગોતરી મંજુરી મેળવવાની ફરજ પડતી હતી પરંતુ હવે એક વર્ષ સુધી તેણે મંજૂરી લેવાની જરુર નહીં પડે.
આ પણ વાંચો : શું કોંગ્રેસમાં હાર્દિક પટેલ અને શંકરસિંહ બાપુ એક સાથે કામ કરી શકશે ?
1 વર્ષ માટે આપી મંજૂરી
બુધવારે સેસન કોર્ટે હાર્દિક પટેલને રાજકીય કારણોસર બહાર જવાનું થતું હોવાથી એક વર્ષ માટે રાજ્યની બહાર જવા માટે મંજૂરી આપી છે.આ પહેલા અરજદારે સેસન કોર્ટમાં પોતે કાયમી અથવા ઓછામાં ઓછા બે વર્ષ સુધી બહાર જઈ શકે તે માટે પરવાનગી માગતી અરજી કોર્ટમાં કરી હતી. જે અરજીને લઈને બુધવારે કોર્ટે 23 જૂન 2021 થી 23 જૂન 2022 સુધી મંજૂરી આપી હતી. રાજદ્રોહ કેસમાં કોટની પૂર્વ પરવાનગી વગર રાજ્ય છોડવું નહીં તે પ્રકારની જામીનની શરતોમાં સુધારો કરવા માટે હાર્દિક પટેલે કોર્ટમાં અરજી કરી હતી.
આ પણ વાંચો : દેશની દિકરી સામે અયોગ્ય ભાષાનો થયો ઉપયોગ : હાર્દિક પટેલ