- કોરોનામાં લોકોની હર્ડ ઇમ્યુનિટી કેટલી વધી તે જાણવા મળશે
- જિલ્લામાં સેમ્પલ કલેક્ટ કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ કોર્પોરેશન વિસ્તારમાં શરૂ કરાયો સર્વે
- માઇક્રોબાયોલોજી લેબમાં કરવામાં આવશે સિરમ સેમ્પલનું પરીક્ષણ
ગાંધીનગર : ગાંધીનગરમાં પણ કોરોનાના કેસો વધુ જોવા મળ્યા હતાં તેમાં પણ ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં હર્ડ ઇમ્યુનિટી કેટલી વિકસી છે તે જાણવા માટે આ સર્વે હાથ ધરાયો છે. જો કે, આ પહેલા ગાંધીનગર જિલ્લામાં સિરો સર્વેની કામગીરી માટે સેમ્પલ લેવાઈ ચુક્યા છે જેથી હવેથી ગાંધીનગર મનપા વિસ્તારમાં રહેતા લોકોના સેમ્પલ લેવાશે. આમ બન્નેના સેમ્પલ પરીક્ષણમાં મોકલી આપવામાં આવશે. આ પરીક્ષણ માઇક્રોબાયોલોજી લેબમાં કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં થયેલા પરીક્ષણનું રિઝલ્ટ ઓગસ્ટના અંતમાંં આવશે.
આ રીતે એરિયા પ્રમાણે કરવામાં આવી રહ્યું છે પરીક્ષણ
કોર્પોરેશન હેલ્થ અધિકારી કલ્પેશ ગોસ્વામીએ કહ્યું, વેક્સિન લીધા બાદ કેટલી ઇમ્યુનિટી વિકસી છે, ટ્રાન્સમિશન કેટલું છે વગેરે ખ્યાલ આવશે. ગાંધીનગરના જુદા જુદા એરિયામાં 50 ક્લસ્ટર કરવામાં આવ્યા છે. જેમાં સેક્ટર 23 સહિતના જુદા જુદા સેક્ટરો ઉપરાંત ધોળાકુવા, વાવોલ, કોલાવડા, સરગાસણ, પેથાપુર, કુદાસણ સહિતના એરિયામાં બ્લડ સેમ્પલની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 5 એમ.એલ. બ્લડ કલેક્ટ લેવામાં આવી રહ્યું છે. એક ક્લસ્ટરમાંથી દિવસમાં 36 લોકોના સેમ્પલ લેવાઇ રહ્યા છે. ટોટલ 1,800 સેમ્પલ કલેક્ટ કર્યા બાદ ગાંધીનગર મેડિકલ કોલેજની માઈક્રો બાયોલોજી લેબોરેટરીમાં એક સાથે મોકલવામાં આવશે. એક દિવસમાં 15થી વધુ ક્લસ્ટરમાંથી સેમ્પલ લેવાશે. જે માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, લેબ ટેક્નિશિયન સહિતની 15 ટિમો કામે લાગી છે. જેમાં આજના દિવસમાં 600 જેટલા સેમ્પલ લેવામાં આવશે.
કેટલા લોકો સંક્રમિત થયાં અને કેટલા સાજા થયાં તેની પણ માહિતી સામે આવશે
કોરોનાની સ્થિતિ જાણવા માટે સરકાર દ્વારા સિરો સર્વે કરવાનું નક્કી કર્યું છે. ગાંધીનગરમાં પણ કોરોનાના કેસો અને મોટાલિટી રેશિયો વધુ જોવા મળ્યો હતો. જેમાં સાચા આંકડા બહાર આવશે. જેમાં કેટલા લોકો સંક્રમિત થયાં અને કેટલા સાજા થયાં તેની પણ માહિતી સામે આવશે. સમાન રિઝલ્ટ એજ પ્રમાણે મેળવવા માટે કોર્પોરેશન વિસ્તારમાં 5 થી 8, 9થી 18 અને 18 વર્ષથી મોટી ઉંમરના લોકોના સેમ્પલ વય જૂથ પ્રમાણે કલેક્ટ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ કોરોનાની ત્રીજી લહેરની તૈયારી, રાજકોટમાં બાળકોથી માંડીને વૃદ્ધો સહીત 1800 લોકોનો કરાશે સિરો સર્વે
આ પણ વાંચોઃ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને 1,44,351 બાળકોનો સર્વે કરાયો, ચોંકાવનારી બાબતો આવી સામે