- ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન સાથે જોડાયેલા 1700 સિનિયર તબીબોએ કર્યો વિરોધ
- 15 જેટલી માંગણીઓ નહીં સંતોષવામાં આવતા કરવામાં આવ્યો વિરોધ
- અનેક રજૂઆત બાદ પણ સરકાર નથી કરી રહી કોઈ વિચારણા
- સિનિયર ડોક્ટર્સના સમર્થનમાં આવ્યા હવે જુનિયર ડોક્ટર્સ પણ
અમદાવાદ: દેશ અને રાજ્યમાં કોરોના મહામારીનો તાંડવ જોવા મળી રહ્યો છે. ત્યારે, ગુજરાતના તબીબી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે અનેક વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ, આજદિન સુધી તમામ વ્યાજબી અને ન્યાયિક પ્રશ્નોને વિભાગ દ્વારા હલ કરવામાં ન આવતા આખરે વિરોધ જોવા મળી રહ્યો છે. જોકે, એક તરફ રાજ્યમાં કોરોના મહામારીના કારણે તબીબી શિક્ષકોની અછત જોવા મળી રહી છે. તેવામાં, ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના સિનિયર અને જુનિયર ડોક્ટરો હડતાળ ઉપર ઉતરતા કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં કફોડી હાલત સર્જાય તેવા એંધાણ પણ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલમાં આઉટસોંર્સિંગ અને કાયમી કર્મચારી હળતાળ પર ઉતર્યા
1700 જેટલા ડોક્ટરો હડતાળ પર
કોરોના મહામારીમાં નિરંતર સેવા કર્યા છતાં પણ તબીબી શિક્ષકોના પ્રશ્નો અંગે ચર્ચા પણ કરવામાં આવતી ન હોવાથી તબીબી શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના અન્ય સંગઠનો હડતાલ પાડી પોતાની માંગણીઓ મંજૂર કરવામાં સફળ થયા છે. ત્યારે, ગુજરાત મેડિકલ એસોસિએશનના 1700થી પણ વધુ ડોક્ટર્સએ હડતાળ પર ઉતર્યા છે. ત્યારે, તબીબી શિક્ષકોના કાર્યદક્ષ સરકાર પર ભરોસો રાખ્યા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં ન કરવામાં આવેલી હોવાનો તેમણે દાવો કર્યો છે. જેના કારણે, તબીબી શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે. પરિણામે ગુજરાતના તમામ કોરોના સામે લડનારા તબીબી શિક્ષકો દ્વારા નીચેના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જે અંગે, હડતાલ પર ઊતરવા મજબૂર બન્યા છે.
આ પણ વાંચો: બરોડા મેડિકલ કોલેજ ખાત્તે પ્રોફેસર્સ અને ડોક્ટર્સની બેઠક, સરકાર સામે હડતાળની ચીમકી
તબીબોની ક્યાં પ્રકારની અને કેટલી માંગો
- તમામ એડહોક તબીબી શિક્ષકોની સેવા વિનિયમિત કરવામાં આવે, એકજ સ્થાઈ ઠરાવથી આદેશ કરી નિયમિત કરવામાં આવે
- રેગ્યુલર તબીબી શિક્ષકોની બાકી રહેલી સેવા વિનિયમિત અને સેવા સળંગના ઓર્ડર કરવામાં આવે, એકજ સ્થાઈ ઠરાવથી પર આદેશ કરવામાં આવે
- 2017થી 7માં પગાર પંચ મુજબ નવા MPA અને પર્સનલ-પે મંજુર કરવામાં આવે અને પગારની મહત્તમ મર્યાદા 2017ના ઠરાવ મુજબ રૂપિયા 2,37,500 કરવામાં આવે
- CAS અને ટીકૂ માટે યોગ્ય તબીબી શિક્ષકોને CAS અને ટીકુના આદેશો તુરંત કરવામાં આવે
- તબીબી શિક્ષણમાં બાકી રહેલા માત્ર એડહોક ટ્યુટરને 7માં પગાર પંચ મુજબનો પગાર 1-1-2016થી મંજુર કરવામાં આવે
- GMERSમાં Lien પર ફરજ બજાવતા સરકારી તબીબી શિક્ષકોને 7માં પગારપંચ મુજબ પગાર આપવો
- CAS બાદ નામાભિધાનની 2017થી પડતર ફાઇલનો તુરંત આદેશ કરવામાં આવે
- બાકી રહેલા 15% સિનિયર ટ્યુટર માટે ત્રીજું ટીકુ અને 10% સિનિયર પ્રાધ્યાપકો માટે HAGના આદેશો તુરંત કરવામાં આવે
- તમામ DPCના તુરંત આદેશો કરવામાં આવે
- આરોગ્ય વિભાગ અંતર્ગત કરવામાં આવેલા તમામ એડહોક કે GPSC સેવાઓને હાલની સેવા સાથે જોડવાની પોલિસી ફાઈલને તુરંત મંજુર કરવામાં આવે
- GPSC અને DPC નિયમિત રીતે દર વર્ષે કરવામાં આવે, તેમજ CAS/Tikooના આદેશો નિયમિત માસિક રીતે થાય
- હાલ Feeder Cadreમાં એડહોક સેવા બજાવતા તમામ તબીબી શિક્ષકો માટે GPSC પરીક્ષાઓ કરવામાં આવે
- GPSC પરીક્ષાઓમાં સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતા પૂર્ણકાલીન શિક્ષકોને પ્રાથમિકતા આપવામાં આવે
- કરારીય નિમણૂંક તુરંત બંધ કરવામાં આવે
- 10 વર્ષની નિયમિત સેવા બાદ વિકલ્પ આપી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાની છૂટ આપવામાં આવે