ETV Bharat / city

ગૂજરાત વિદ્યાપીઠમાં કિચન ગાર્ડન આધારિત ધાબા ખેતીનું આત્મનિર્ભર મોડલ - ગૂજરાત વિદ્યાપીઠના ઉદ્યોગો

ભારત ખેતીપ્રધાન દેશ છે, પરંતુ આમ છતાં આજના આધુનિક સમયમાં માનવીની આકાંક્ષાઓ અને જરૂરિયાતો વધવાથી ખેતીની જમીનમાં ઘટાડો થયો છે. આવા સમયે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ઉદ્યોગના ભાગરૂપે કિચન ગાર્ડન આધારિત ધાબા ખેતીનો પ્રયોગ કરી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ વેસ્ટ કચરામાંથી ખાતર બનાવી શાકભાજીનું ઉપાદન કરી રહ્યા છે. જેથી ગૂજરાત વિદ્યાપીઠમાં કોદાળીથી કોમ્પ્યટર સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.

ETV BHARAT
ગૂજરાત વિદ્યાપીઠમાં કિચન ગાર્ડન આધારિત ધાબા ખેતીનું આત્મનિર્ભર મોડલ
author img

By

Published : Jul 25, 2020, 10:58 PM IST

અમદાવાદઃ ભારત ખેતીપ્રધાન દેશ છે, પરંતુ આમ છતાં આજના આધુનિક સમયમાં માનવીની આકાંક્ષાઓ અને જરૂરિયાતો વધવાથી ખેતીની જમીનમાં ઘટાડો થયો છે. આવા સમયે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ઉદ્યોગના ભાગરૂપે કિચન ગાર્ડન આધારિત ધાબા ખેતીનો પ્રયોગ કરી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ વેસ્ટ કચરામાંથી ખાતર બનાવી શાકભાજીનું ઉપાદન કરી રહ્યા છે. આ ખેતી અંદાજે ગત 10 વર્ષથી કરવામાં આવે છે.

ETV BHARAT
ગૂજરાત વિદ્યાપીઠ

2 વર્ષ અગાઉ ગૂજરાત વિદ્યાપીઠમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે સમગ્ર દેશના 15,000 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ તમામ ખેડૂતોને પણ ધાબા ખેતી અંગેની તાલિમ આપવામાં આવી હતી.

ETV BHARAT
ઓર્ગેનિક ખાતર

વિદ્યાપીઠમાં થતી ધાબા ખેતીમાટે ઓર્ગેનિક ખાતર પણ કેમ્પસની અંદર જ તૈયાર કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે દુધી, મરચા, પાલક, ગલકા, તુરિયા, મેથી, દાણા, રીંગણ, તાંદળજો અને કારેલા જેવા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે અને આ શાકભાજીનો ઉપયોગ ફક્ત વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર કરવામાં જ થાય છે.

ગૂજરાત વિદ્યાપીઠમાં કરવામાં આવતી ઓર્ગેનિક ધાબા ખેતી અંગે માહિતી આપતાં ગૂજરાત વિદ્યાપીઠના નિયામક ડૉ.રાજેન્દ્ર ખીમાણીએ જણાવ્યું કે, ધાબા ખેતી રસનો વિષય છે. આજે શહેરોમાં જેની પાસે ટેરેસ છે, તે આ તરફ વળ્યા છે પણ સાથે જ કેટલીક મર્યાદાઓ પણ છે. જેના કારણે આજે ધાબા ખેતી કરવી થોડી મુશ્કેલ બની શકે છે.

ગૂજરાત વિદ્યાપીઠમાં કિચન ગાર્ડન આધારિત ધાબા ખેતીનું આત્મનિર્ભર મોડલ

આ અંગે ગૂજરાત વિદ્યાપીઠમાં ધાબા ખેતીની સંભાળ રાખનારા હિતેશભાઈએ જણાવ્યું કે, આજે રાસાયણિક ખાતર અને દવાનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે ગૂજરાત વિદ્યાપીઠે ઓર્ગેનિક ધાબા ખેતી કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

ગૂજરાત વિદ્યાપીઠમાં ધાબા ખેતી ઉપરાંત, અંબર ચરખો કાંતી કાપડ બનાવવું, સાબૂ બનાવવા, શેમ્પુ બનાવવા, મીણબત્તી બનાવવી, બોડી લોશન બનાવવું, પગ લુછણીયું બનાવવું, કાંચનો ચરખો બનાવવો, કેમ્પસ જાણવણી કરવી, કોમ્પ્યુટર શીખવું વગેરે જેવા ઉદ્યોગો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.