અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાંં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે 333 કેસ નવા નોંધાયા હતા. ગુજરાતમાં કુલ કેસ 5054 છે જ્યારે કુલ 262 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. શનિવારે 26 લોકોના મોત સહિત 262 લોકોના મોત થઈ ચૂક્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.
જમાલપુરમાં એમએફ દસ્તુર, ખાડિયામાં મનીષમાં ત્રિવેદી, દરિયાપુરમાં દિપક ત્રિવેદી, શાહપુરમાં પ્રિતમ રાઓ, અસારવામાં રમેશ દેસાઈ, બહેરામપુરામાં યોગેશ મૈત્રક, દાણીલીમડામાં મનીષ માસ્તર, મણીનગરમાં હર્ષદરાય સોલંકી, સરસપુરમાં ડો. લબ્ધીર દેસાઈ, ગોમતીપુરમાં જીગ્નેશ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.
મનપા કમિશ્નર વિજય નેહરાના જણાવ્યાનુસાર તેમણે જાન્યુઆરીથી જ કોરોના સામે લડત માંડી દીધી હતી. તો પછી કેસ વધી કેમ રહ્યા છે. વળી તે એમ પણ કહી રહ્યાં છે કે, આપણી પાસે SVP સહિતની મોટી મોટી હોસ્પટલમાં પુરતા ખાટલાની વ્યવસ્થા છે. તો હવે બેડ ખૂટી પડે તેવી સ્થિતિ કેમ થઈ રહી છે. ગઈકાલે સામે આવેલા મોતનો આંકડો અને વિસ્તાર જોઈને રાજ્યસરકાર ખુદ ચિંતામાં મૂકાઈ હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે અમદાવાદની સ્થિતિ અંગે નિર્ણય રાજ્યસરકારે પોતાના હસ્તક લઈ લીધા છે.
અમદાવાદમાં 10 કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેને પરિણામે 5 પુલ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે પણ અમદાવાદમાં કોઈ છુટછાટ ન ચલવી લેવા તાકીદ કરી છે, એ જોતા આવનારા સમયમાં ગુજરાતની સ્થિતિ હજુ ગંભીર બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે અને એમાંય ખાસ કરીને અમદાવાદની. ત્યારે અમદાવાદમાં લોકડાઉનનું કડક પાલન કરાવવા માટે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય પણ કર્ફ્યૂ મૂકી શકે છે.