- રાજયમાં સચિવાલય 3 દિવસ બંધ
- તમામ પ્રધાનો મત વિસ્તારમાં ઉજવશે નવું વર્ષ
- અનેક જિલ્લાઓમાં યોજાશે સ્નેહમીલન
- સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ગાંધીનગર અને અમદાવાદમાં યોજશે સ્નેહમીલન કાર્યક્રમ
ગાંધીનગર : નવા વર્ષને હવે ગણતરીના જ કલાકોની વાર છે, ત્યારે ગુજરાત સરકારની કામગીરી પણ હવે ત્રણ દિવસ સંપૂર્ણ બંધ જોવા મળશે એટલે કે તમામ કાર્યો બંધ હાલતમાં જોવા મળશે. ચાર નવેમ્બરે દિવાળી 5 નવેમ્બરે નવું વર્ષ અને ૬ નવેમ્બરના રોજ ભાઈ બીજ હોવાના કારણે સરકારે રજાની જાહેરાત કરી છે, ત્યારે હવે સરકાર સીધી સોમવાર તારીખ 8 નવેમ્બરના રોજ ફરીથી યથાવત રીતે કાર્યરત થશે.
સચિવાલયમાં મીની વેકેશન
દિવાળીના તહેવારો ગુરુવારથી શરૂ થઈ રહ્યા છે અને ગુરુવારે દિવાળી શુક્રવારે બેસતુ વરસ શનિવારે ભાઈ બીજ છે, ત્યારે સાત તારીખ ને રવિવાર પણ છે આમ ગુરુ, શુક્ર, શનિ, રવિ ચાર દિવસની સળંગ રજા આપવી છે. સચિવાલયમાં પણ મિનિ વેકેશન (Secretariat closed for 3 days )નો માહોલ જામ્યો છે.
મુખ્યપ્રધાન કરશે સ્નેહમિલન કાર્યક્રમ
એક સમયે ગુજરાતના મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી શરૂઆત કરવામાં આવી હતી કે નવા વર્ષના દિવસે ગાંધીનગરના પંચદેવ મહાદેવના દર્શન કરવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ પ્રથાને પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીએ યથાવત રાખી હતી. નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Pate ) પણ આ પ્રથાને યથાવત રાખી છે અને 7:00 પંચદેવ મહાદેવના દર્શન કર્યા બાદ 07.25 કલાકે અડાલજ ત્રિમંદિર ખાતે દર્શન અને ત્યારબાદ પ્રધાનમંડળ કોમ્યુનિટી સેન્ટર ખાતે સવારે 8:00થી 8.45 સુધી નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ લે કરશે.
આ પણ વાંચો: મુખ્યપ્રધાને બોટાદ ખાતે સ્વામિનારાયણ મંદિર અને સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે લીધી મુલાકાત
અમદાવાદ નગરદેવી મહાકાલીને શીશ ઝુકાવશે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષની સવારે અમદાવાદના નગરદેવી મહાકાળીના મંદિરે દર્શન કરવા જતા હતા, ત્યારે આ વર્ષે પણ રાજ્યના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલ મહાકાળી મંદિરે પૂજા-અર્ચના કરશે અને ત્યારબાદ અમદાવાદ સરકીટ હાઉસ ખાતે અમદાવાદના નાગરિકો સાથેની શુભેચ્છા મુલાકાત કરીને નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. ત્યાર બાદ સાઈબાગ પોલીસ ઓફિસર મેચમાં અધિકારીઓ અને પરિવાર સાથે પણ નવા વર્ષની ઉજવણી કરશે..
આ પણ વાંચો: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કચ્છ બોર્ડર જવાનો સાથે કરશે દિવાળીની ઉજવણી