- વેક્સિન માટેનો બીજો તબક્કો શરૂ
- શાહીબાગના PI , PSI એ લીધી સૌ પ્રથમ વેક્સિન
- પોલીસના ઉચ્ચ અધિકારીઓએ લીધી વેક્સિન
અમદાવાદ : શહેરના તમામ પોલીસકર્મીઓને સોમવારથી વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે પ્રથમ દિવસે જ શાહીબાગ પોલીસ સ્ટેશનના PI કે. ડી.જાડેજા અને મહિલા PSI પી.એસ.ચૌધરીએ વેક્સિન લીધી હતી.બંને અધિકારીઓએ વેક્સિન સૌ પ્રથમ લઈને વેક્સિન સુરક્ષિત હોવાનું સાબિત કર્યું હતું, જેથી અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં જાગૃતિ આવે અને તેઓ પણ વેક્સિન લઈને સુરક્ષિત રહે.
PI જાડેજા અને PSI ચૌધરીએ વેક્સિન લીધી
હાલ અનેક પોલીસકર્મીઓ અને અધિકારીઓ વેક્સિન લેતા ડરી રહ્યા છે, કારણ કે તમામના મનમાં વેક્સિનની આડ અસરને લઈને શંકા છે, પરંતુ બીજા તબક્કાની શરૂઆતમાં જ PI જાડેજા અને PSI ચૌધરીએ વેક્સિન લઈને વેક્સિન અંગેના તમામ સવાલો અને શંકા લોકોના મનમાંથી દૂર કરી હતી.