ETV Bharat / city

માસ્કની ખરીદીમાં પણ કૌભાંડ - માસ્ક ન્યૂઝ

વિધાનસભામાં સરકાર દ્વારા કોરોનાની મહામારી દરમિયાન કેટલી કામગીરી કરી તે અંગેનો જવાબ રજૂ કર્યો હતો. વિધાનસભામાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ સવાલ કર્યો હતો કે, કોરોનાની મહામારીમાં રાજય સરકાર દ્રારા થ્રી લેયર માસ્ક અને N95 માસ્ક કેટલા રુપિયામાં ખરીદ્યા છે. એક તરફ સરકાર લોકોને રાહતના ભાવે માસ્ક આપવાની જાહેરાત કરે છે પરંતુ લોકોને માર્કેટમાં માસ્ક જ નથી દેખાયા હોવાનો રિબડીયાએ આક્ષેપ પણ કર્યો હતો.

કુલ-5.03 કરોડ માસ્કની ખરીદી માટે 41.29 કરોડ રૂપિયાનો થયો ખર્ચ

author img

By

Published : Apr 12, 2021, 9:31 PM IST

  • સરકારે વિધાનસભામાં વિસાવદરના ધારાસભ્યને આપેલો જવાબ
  • કુલ-5.03 કરોડ માસ્કની ખરીદી માટે 41.29 કરોડ રૂપિયાનો થયો ખર્ચ
  • માસ્કની ખરીદી કેરળની કંપની પાસેથી થઈ

અમદાવાદઃ સરકારને વિધાનસભામાં ઘેરવા માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા કોરોનાને મહામારીને લઇને કરવામાં આવેલી કામગીરી પર સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં સરકારે કોરોનાની મહામારી લોકોને રાહતના ભાવે માસ્ક આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નનો જવાબ રજૂ કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કર્યું કે, N95 માસ્ક 180 રૂપિયામાં તથા થ્રી લેયર માસ્ક 20 રૂપિયામાં ખરીદી કરાયા છે અને N95 માસ્ક 5 રૂપિયામાં અને થ્રી લેયર માસ્ક 1 રૂપિયામાં મળે છે.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ દ્વારા એક નવું અભિયાન શરૂ, ફ્રી માસ્કનું વિતરણ

સરકારે કુલ-5.03 કરોડ માસ્ક માટે 41.29 કરોડનો ખર્ચ કર્યો

હર્ષદ રિબડીયાએ વિધાનસભામાં તપાસની માંગણી કરતા કહ્યું હતું કે, સરકારે કુલ-5.03 કરોડ માસ્ક માટે 41.29 કરોડનો ખર્ચ કર્યો છે. વિધાનસભાના સત્ર દરમિયાન વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ 31 માર્ચ 2021ની સ્થિતીએ છેલ્લા એક વર્ષ દરમિયાન રાજ્ય સરકારે કંઈ કંપની પાસેથી કેટલા માસ્કનો જથ્થો ક્યા ભાવે ખરીદ્યો છે? અને તે પેટે કેટલી રકમ ચૂકવી છે. જેના પ્રત્યુતરમાં નાયબ મુખ્યપ્રધાને જવાબ આપતા જણાવ્યું હતું કે, 21 કંપની પાસેથી 4 કરોડ 50 લાખ 99 હજાર 700 નંગ થ્રી લેયર માસ્ક ખરીદ્યા છે. તેમાં 6.25 લાખ માસ્ક 20 રૂપિયા લેખે ખરીદવામાં આવ્યા છે. 7.50 લાખ માસ્ક 8 રૂપિયા લેખે, તથા 9 રૂપિયા લેખે તેમજ 2.50 લાખ માસ્કની ખરીદી કરવામાં આવી છે. થ્રી લેયર માસ્ક ખરીદી માટે 28 કરોડ 35 લાખ 97 હજાર 285 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: માસ્ક ભૂલી ગયા ? ચિંતા નહિ માસ્ક વેન્ડિંગ મશીન 1 રૂપિયામાં આપશે માસ્ક

N95 માસ્ક માટે 12 કરોડ 93 લાખ 89 હજાર 500 રૂપિયા ખર્ચાયા

નીતિન પટેલે વધુમાં કહ્યું કે, N95 માસ્ક 52 લાખ 12 હજાર 500 નંગ ખરીદ્યા છે. તેમાંથી 12 હજાર 500 નંગ માસ્ક 180 રૂપિયા લેખે ખરીદવામાં આવ્યા છે. જયારે 4 લાખ માસ્ક 4.20 રૂપિયા લેખે, તેમજ 49 રૂપિયા અને 52.50 રૂપિયા જેવા ભાવે ખરીદ્યા છે. N95 માસ્ક માટે 12 કરોડ 93 લાખ 89 હજાર 500 રૂપિયા ખર્ચાયા છે.

થ્રી લેયર માસ્ક 80 પૈસાથી 1 રૂપિયામાં મળે છે, તેના સરકારે 20 રૂપિયા ચૂકવ્યા

રાજ્ય સરકારે N95 અને થ્રી લેયર મળી કુલ 5 કરોડ 3 લાખ 12 હજાર 200 માસ્ક માટે સરકાર દ્વારા 41 કરોડ 29 લાખ 86 હજાર 785 રૂપિયા ચૂકવામાં આવ્યા છે. વિસાવદરના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, N95 માસ્ક 4.20 રૂપિયા મળે છે અને તે ભાવે અમુક માસ્ક સરકારે ખરીદ્યા છે. જયારે એ માસ્કના 180 રૂપિયા પણ ચૂકવ્યા છે. થ્રી લેયર માસ્ક 80 પૈસાથી 1 રૂપિયામાં મળે છે. તેના સરકારે 20 રૂપિયા ચૂકવ્યા છે. આ માસ્કની ખરીદી કેરળની કંપની પાસેથી થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.