- ભારતની મૂળ ભાષા સંસ્કૃતને પુનઃ પ્રસ્થાપિત કરવાનો મુખ્ય ઉદ્દેશ
- દરેક જન-જન સુધી અને ગામડે-ગામડે સંસ્કૃત ભાષાનો વ્યાપ વધે તેવા પ્રયત્નો
- સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર કરવા અમારા કાર્યકરો કટિબદ્ધ
અમદાવાદ : સંસ્કૃત ભારતી ધંધુકા જનપદ દ્વારા હેમચંદ્રાચાર્યજી જન્મભૂમિ ધંધુકાની સત્તાવાર સમાજની વાડી ખાતે સંસ્કૃત સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉ. રઘુવીર સિંહ ચુડાસમા, પંકજ ત્રિવેદી-મુખ્ય વક્તા, હર્ષદભાઈ ચાવડા-નગરપાલિકા પ્રમુખ સહિતનાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો.
આ પણ વાંચો : સંસ્કૃત ભારતી વિરમગામ દ્વારા તાલુકા ઓનલાઇન સંસ્કૃત સંભાષણ વર્ગ યોજાયો
નાના બાળકો દ્વારા સંસ્કૃત ભાષામાં વિવિધ રજૂઆતો કરવામાં આવી
કાર્યક્રમને સંસ્કૃત ભાષામાં સંસ્કૃત ભારતી દ્વારા ચલાવવામાં આવતા સંભાષણ વર્ગના સંસ્કૃતના અનુરાગીઓ દ્વારા અને સ્વામિનારાયણ ગુરુકુળ તથા સ્વામિનારાયણ વિદ્યાલય પ્લોટ વિસ્તાર નાના બાળકો દ્વારા સંસ્કૃત ભાષામાં સરળ રીતે રજૂઆત કરેલ જેમાં શ્લોકગાન, વિદ્યાર્થી પરિચય, કાવ્ય ગાન, ઘડિયાળમાં સમય જોવો, બજાર સંવાદ, કથા જેવા પરિસંવાદો યોજી રજૂઆતો કરી છે.
મનુષ્યના વિવિધ પ્રસંગોમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ
આ કાર્યક્રમના મુખ્ય વક્તા પંકજ ત્રિવેદીના મતે ભારતની મૂળ ભાષા સંસ્કૃત છે. જે ભુલાઇ રહી છે. મનુષ્યના જન્મથી લઇ મૃત્યુ સુધી વિવિધ પ્રસંગો તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. આ ભાષાનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે માટે તમામને સહભાગી બનવા અપીલ કરાઇ હતી. આ કાર્યક્રમ ધંધુકા જનપદમાં કાર્યકર્તા જીતેન્દ્રભાઈ ચાવડા, યશપાલ ગોહિલ અને ભરત જાંબુકિયા દ્વારા કાર્યક્રમ અંતર્ગત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.