આ એક વિશિષ્ટ કન્વેન્શન છે જ્યાં ગાંધીજીના વિચારો આજના આધુનિક યુગમાં કેટલા સાર્થક છે તેના પર પ્રકાશ પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રીય રાજ્ય પ્રધાન, કેબિનેટ પ્રધાન પુરષોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજુજી તથા ઉત્તર પ્રદેશના વરિષ્ઠ ભાજપ નેતા સુનિલ ભારલા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
મુળભુત રીતે સંકલ્પ ફોર ખાદીના ફાઉન્ડર પ્રેસિડેન્ટ પરિધી શર્માએ ઉઠાવેલો એક કદમ છે. ગાંધીવાદી, સાચા રાષ્ટ્રવાદી તેમજ દેશભક્ત તરીકે તેઓ હંમેશા ખાદી વીવર્સ અને તેમના પરિવારોના ઉત્થાન માટેના અભિપ્રાય પર કામ કરે છે.