ETV Bharat / city

સંજીવ ભટ્ટ NDPS કેસ : વીડિયો કોંફરેન્સથી સુનાવણી ન કરવા મુદ્દે હાઈકોર્ટ ચૂકાદો આપી શકે - સીઆઇડી ક્રાઇમ

વર્ષ 1996 પાલનપુર NDPS કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની પાલનપુર ડિસ્ટ્રીકટ કોર્ટમાં વીડિયો કોંફરેન્સ ટ્રાયલના આદેશને રદ કરી ફિઝિકલ સુનાવણી દરમિયાન કેસ ચલાવવા માટે દાખલ કરાયેલી અરજીમાં પર ગુજરાત હાઈકોર્ટ 16મી સપ્ટેમ્બરના રોજ ચૂકાદો આપે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

સંજીવ ભટ્ટ NDPS કેસ
સંજીવ ભટ્ટ NDPS કેસ
author img

By

Published : Sep 15, 2020, 6:31 PM IST

અમદાવાદઃ સંજીવ ભટ્ટ તરફથી NDPS કેસમાં પાલનપુર સ્પેશિયલ કોર્ટ દ્વારા વીડિયો કોન્ફરેન્સથી કેસ ન ચલાવવા અંગે કરાયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટે તેમના પાસેથી લેખિતમાં માગ્યું હતું કે આ સમયગાળા દરમિયાન એ અન્ય કોઈ જામીન અરજી દાખલ કરશે નહીં. સંજીવ ભટ્ટ તરફથી આ મુદ્દે સોગંદનામું રજૂ કરાયા બાદ હવે બંને પક્ષની દલીલ પૂર્ણ થતાં કોર્ટે આ કેસને ચૂકાદા માટે રાખ્યો છે.

સંજીવ ભટ્ટ NDPS કેસ
સંજીવ ભટ્ટ NDPS કેસ
અરજદાર પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે તેમના કેસમાં ઘણા પાસાઓ છે અને સુનાવણી લાંબી ચાલતી હોવાથી તેઓ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પોતાની વાત સારી રીતે રજૂ કરી શકશે નહીં જેથી કરીને કોર્ટ શરૂ થાય ત્યાર પછી ફિઝિકલ સુનાવણી કરવામાં આવે તેવી માગ કરી હતી.
સંજીવ ભટ્ટ NDPS કેસ
સંજીવ ભટ્ટની અરજી સામે રાજ્ય સરકારે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે અરજદાર કેસની ટ્રાયલમાં વિલંબ કરવા માટે આ રણનીતિ રમી રહ્યાં છે અને ટ્રાયલમાં વિલંબનો લાભ લઇ ફરીવાર જામીન અરજી દાખલ કરશે. વર્ષ 1996ના કેસમાં ગુજરાત હાઈકોર્ટે કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપ્યા બાદ જેમાં સુમેરસિંહ રાજપૂત પર 1.5 કિલો અફીણ રાખવાના કેસમાં સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.