NDPS કેસમાં ચાર્જશીટ દાખલ થાય એ પહેલાં સંજીવ ભટ્ટ દ્વારા પાલનપુર કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે, કોર્ટે અરજી ફગાવી દેતા આરોપી ભટ્ટ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ પણ કરવામાં આવ્યા છે. આ મુદ્દે સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર ટ્રાયલને ટાળવા માટે આ પ્રકારની અરજી દાખલ કરી છે.
હાઈકોર્ટમાં અરજદાર સંજીવ ભટ્ટ તરફથી રિવિઝન અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં પાલનપુર કોર્ટે 23મી ઓગસ્ટના રોજ આપેલા ઓડર્રને પડકારવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રિવિઝન અરજીમાં નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા ઓર્ડર પર ફરીવાર સુનાવણી થાય છે. જેમાં, નવા મુદ્દા કે, દલીલ ઉમેરી શકાતા નથી. ફકત ઓર્ડરમાં જો ગુણદોષ હોય તો તેને બદલી અથવા યથાવત રાખી શકાય છે. વર્ષ 1996માં પાલનપુર લંજવતી હોટલમાં 1.105 કિલો અફિણ રાખવાના કેસમાં પોલીસે 22 વર્ષ બાદ 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી.