- રાજ્યભરમાં ભાજપ આજથી શરૂ કરશે સંવિધાન યાત્રા 2021
- આજે (26 નવેમ્બરે) ભારતીય સંવિધાન દિવસે શરૂ થશે યાત્રા
- રાજ્યના 8 મહાનગર અને 33 જિલ્લામાં ફરશે સંવિધાન યાત્રા
અમદાવાદઃ આજે (26 નવેમ્બર) ભારતીય સંવિધાન દિવસ (Indian Constitution Day) છે. ત્યારે આ દિવસની પ્રદેશ ભાજપ (BJP to hold Yatra) રાજ્યભરમાં સંવિધાન યાત્રા 2021 (Samvidhan Yatra 2021) યોજી ઉજવણી કરશે. આ યાત્રાનું આયોજન રાજ્યના 8 મહાનગર (8 metros) અને 33 જિલ્લામાં (33 districts) કરવામાં આવશે. જ્યારે આ યાત્રાનો પ્રારંભ આજથી (starting today) અરવલ્લી જિલ્લામાંથી થશે.
આ પણ વાંચો- Atmanirbhar Gram Yatra : વલસાડ જિલ્લામાં માલખેતથી પાટકરે કરાવ્યું પ્રસ્થાન
સંવિધાન દિવસથી યાત્રાનો શુભારંભ
પ્રદેશ ભાજપ (BJP to hold Yatra) સંવિધાન દિવસ (Indian Constitution Day) નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી સાથે સંવિધાન ગૌરવ યાત્રા (Samvidhan Yatra 2021) યોજશે. ગુજરાત પ્રદેશ ભાજપ (BJP to hold Yatra) દ્વારા તમામ જિલ્લા તેમ જ મહાનગરોમાં 26 નવેમ્બરેથી 6 ડિસેમ્બર સુધી સંવિધાન ગૌરવ યાત્રાનું (Samvidhan Yatra 2021) આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યપ્રધાનના હસ્તે થશે સંવિધાન ગૌરવયાત્રાનું પ્રસ્થાન
ભાજપ (BJP to hold Yatra) દ્વારા યોજવામાં આવેલી સંવિધાન યાત્રા 2021નો (Samvidhan Yatra 2021) આજથી અરવલ્લી (Arvalli) જિલ્લાથી પ્રારંભ થશે. આ યાત્રામાં ભાજપ પ્રદેશના હોદ્દેદારો વિવિધ જિલ્લામાં અને સરકારના પ્રધાનો ઉપસ્થિત રહેશે. તેમ જ ભાજપ અનુસૂચિત મોરચા (BJP Scheduled Front) દ્વારા યોજવામાં આવેલી આ સંવિધાન યાત્રામાં હાથીની અંબાડી પર સંવિધાન મૂકીને યાત્રાનું પ્રસ્થાન કરાવાશે. આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) કરાવશે. ટ
આ પણ વાંચો- Atmanirbhar Gram yatra: CM Bhupendra Patel દ્વારા ખેડાથી પ્રારંભ કરાવાઇ
સંવિધાન યાત્રાનું સમાપન
તો રાજ્યભરમાં યોજવામાં આવેલી આ સંવિધાન યાત્રા 2021 (Samvidhan Yatra 2021)નું 6 ડિસેમ્બરે વડનગરમાં સમાપન થશે. ત્યારે આ સમાપન સમારોહમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ (BJP state president c. R. Patil) પણ ઉપસ્થિત રહેશે.