ETV Bharat / city

દેવીની સાચી પૂજા તમારા માતા અને પત્નીનું સન્માન કરવાથી ફળશે: રૂઝાન ખંબાતા

આજે 7 ઓક્ટોબરથી નવલાં નોરતા શરૂ થઈ ગયાં છે. ત્યારે સામાજિક કાર્યકર રૂઝાન ખંબાતાએ ઈટીવી ભારત સાથે ખૂલીને વાતચીત કરી હતી. જેમણે આપણા જીવનમાં નવરાત્રીનું મહત્વ સમજાવ્યું હતું.

દેવીની સાચી પૂજા તમારા માતા અને પત્નીનું સન્માન કરવાથી ફળશે:

author img

By

Published : Oct 7, 2021, 9:34 PM IST

Updated : Oct 7, 2021, 9:58 PM IST

  • નવરાત્રી પ્રેમ અને ભક્તિથી જોડાયેલી હોવાથી આપણા જીવનમાં તેનું ખુબ જ મહત્વ
  • પ્રાર્થના કરું છું કે કોરોનાની ત્રીજી લહેર ભારતમાં ન આવે
  • ફેઝ- 2 માં ખુબ સ્થિતિ બગડી, એ સમયે રડવું આવતું હતું કે કોઈને મદદ કરી શકતા નથી

પ્રશ્ન- નવરાત્રીના નવ દિવસ એટલે મા શક્તિની પૂજા અર્ચના, તમારી નજરે દિવસોનો મહત્વ શું ?

જવાબ- હું જ્યારે નાની હતી એટલે નવરાત્રીમાં મમ્મી પપ્પા સાથે જતી એટલે એટલી ખબર પડી કે નવરાત્રી એટલે ગરબા, રાસ રમવાનું અને મજા કરવાનું અંતે નાસ્તો તો મળે જ મળે, પણ જેમ જેમ મોટા થયા એટલે ખબર પડી કે નવરાત્રીનું ઘણું મહત્વ છે. આપણે આ દિવસોમાં માતાને રીઝવવાનો પ્રયાસ કરીએ છીએ. શક્તિ મેળવવા પ્રાર્થના કરીયે છીએ. આ સમયે ભાઈઓને મેં જોયા છે વ્રત કે પૂજા કરતા પણ તેઓ આ શક્તિનો પાછળથી ઘણો દુરુપયોગ કરે છે.

પ્રશ્ન- હાલમા જ કોરોના જેવી વેશ્વિક મહામારીથી આપણે લડ્યા છે અને લડી રહ્યા છે. આ સમયમાં આપે સમાજ માટે મહત્વની ભૂમિકા ભજવી ? કેવી સ્થિતિ આપે જોઈ ? આપના માટે આ સમય કેવો રહ્યો ?

જવાબ- હા આ સમયે આપણે ઘણી લડત લડવી પડી છે. મને ચિંતા ત્રીજા વેવની છે. જે રીતે કેસં વધી રહ્યા છે તેને જોઈ હું ચિંતામાં મુકાઈ ગઈ છું. ફેજ 1 મા ખબર હતી કે લોકડાઉન જરૂરી છે. દાતાઓને કારણે ઘણા લોકોની મદદ પણ થઇ શકી. પણ ફેઝ 2 મા ખુબ સ્થિતિ બગડી. એ સમયે રડવું આવતું હતું કે કોઈને મદદ કરી શકતા ન હતા. આપણે કોરોના કાળમાં ખુબ જ કાપરી સ્થિતિમાંથી પસાર થયા છીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ત્રીજો વેવ ભારતમાં ન આવે. તહેવાર ઉજવો પણ જાન છે તો જહાન હે. પરિવાર સાથે પણ આપણે તહેવાર ઉજવી શકીયે છીએ.

દેવીની સાચી પૂજા તમારા માતા અને પત્નીનું સન્માન કરવાથી ફળશે

પ્રશ્ન- આપણે નવરાત્રીમાં મા શક્તિની પૂજા કરીએ છીએ. થોડા સમય પહેલા જ આપણે કોરોના સામે લડત આપી છે. આ સમયે મહિલાઓની ભૂમિકા કેવી રહી?

જવાબ- પરિસ્થિતિ ખરાબ રહી. આંકડા મુજબ આ સમયે મહિલાઓ ઉપર ઘરેલુ હિંસા વધી છે. આ સમયે પુરુષો ઘરે હતા. એવા સમયે આર્થિક સ્થિતિનો ગુસ્સો મહિલા ઉપર ઉતરવામાં આવ્યો છે. આ નિંદનીય છે. રોજગારીમાં પણ પુરુષો કરતા મહિલાઓની રોજગારી વધુ ગઈ છે. તેની સામે જ્યારે સ્થિતિ સુધારતા પુરુષોને નોકરી જે પ્રમાણમા મળી એટલા પ્રમાણમાં મહિલાઓને મળી નથી.

પ્રશ્ન- આપણે નવ દિવસ મા દુર્ગાની આપણે માતા સરસ્વતી, માતા લક્ષ્મી જેવા અલગ અલગ સ્વરૂપોએ પૂજા કરીએ છીએ પણ વાત જ્યારે આપણા આસપાસની મહિલાઓની આવે ત્યારે સ્થિતિ ક્યાંક બદલાઈ જાય છે. મહિલાઓની ભૂમિકા આપણા સમાજમાં શું છે ? અને શું હોવી જોઈએ ?

જવાબ- વર્ષોથી આપણે દેવીઓની ઘણી પૂજાઓ કરીએ છીએ. આ દેવીની પૂજા કરવાથી મને આ મળશે એવો લોભ છે પણ એવું નથી હોતું. પૂજા જેટલું જ મહત્વ આસપાસની મહિલાઓના સન્માનનું પણ છે.

પ્રશ્ન- આપ નવરાત્રીની ઉજવણી કઈ રીતે કરો છો ?

જવાબ- મને નવરાત્રી ખુબ ગમે છે. બે ત્રણ વર્ષથી હું રમવા નથી ગઈ પણ રાસ લેવાનું મને ખુબ જ ગમે છે.

Last Updated : Oct 7, 2021, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.