- રોબોટિક ગેલેરીનું કરાયું લોકાર્પણ
- લોકો સાથે વાતચીત કરતા રોબોટ્સ વધારી રહ્યા છે ગેલેરીનું માન
- લોકોને જાતે ફાસ્ટફૂડ બનાવી જમાડી રહ્યા છે રોબોટ્સ
અમદાવાદ: વિવિધ કામોને સરળ અને ઝડપી બનાવતા આ રોબોટ્સ અહીં જુદા જુદા કામો કરતા નજરે પડે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બેઝ ઉપર કામ કરતા આ રોબોટ્સ સૌ કોઈનું ધ્યાન આકર્ષણ કરે છે. અહીં પ્રવેશ લેતા સમયે જાયન્ટ રોબોટ સૂચના આપે છે. ત્યાર બાદ ઇન્ટરેક્ટિવ રોબોટ પણ એટલું જ મહત્વનું છે. આ રોબોટ મુલાકાતીઓ સાથે વાતચિત કરી શકે છે. તેમણે પૂછેલા સવાલોના જવાબ આપી શકે છે. આ ઉપરાન્ત તે ગીત પણ ગઈ શકે છે અને નૃત્ય પણ કરી શકે છે.
આ પણ વાંચો: Robotic Gallery: સાયન્સ સીટીના આ 202 રોબોટને મળી તમારી આંખો થઈ જશે પહોળી
રોબોટ્સ જનરેશનની ક્રાંતિ ઉપર પણ નિહાળી શકાશે ઝાંખી
લાંબા સમયથી માનવી વિજ્ઞાન ક્ષેત્રે નવી શોધખોળ કરવા મંડાયેલો છે. એવામાં અત્યાર સુધી રોબોટિક ટેક્નોલોજી ક્ષેત્રે સર્જાયેલી ક્રાંતિ ઉપર પણ વિવિધ રોબોટ્સ મુકવામાં આવ્યા છે. આ રોબોટ્સ પ્યાનો બજાવી શકે છે. ઢોલ વગાડી શકે છે અને અન્ય પણ સંગીતના વાંજિંત્રો વગાડી શકે છે.
રોબોટ ફાસ્ટ ફૂડ બનાવી તેને લોકોની થાળીમાં પીરસશે
રોબોટિક ગેલેરીમાં રેસ્ટોરેન્ટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. કારણકે અહીં રોબોટ પાસ્તા, ઢોસા, સમોસા અને, ફ્રાઈડ રાઈસ જેવી 100 થી પણ વધુ વેરાયટી બનાવી શકે છે. આ રોબોટ એક કલાકમાં 3 હજાર સમોસા બનાવી શકે છે. તેમજ માત્ર 30 સેકેંડમાં ચા અને કોફી બનાવી શકે છે. જયારે પાસ્તા અને ફ્રાઈડ રાઈસ માત્ર 6 મિનિટમાં જ બનાવી શકે છે. વાત માત્ર અહીં જ પુરી થતી નથી પણ તેની સાથે બનીને તૈયાર થયેલી વેરાયટીની લોકોની થાળીમાં પણ પીરસશે.
આ પણ વાંચો: જૂઓ વડાપ્રધાન મોદીએ ગુજરાતને ભેટમાં આપેલી એક્વેટિક ગેલરીનો HD વીડિયો...
વધુને વધુ બાળકો મુલાકાત લે તેવી આશા - વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરતા સમયે લોકોને જણાવ્યું કે જયારે તેમણે રોબોટિક ગેલરીના ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા ત્યારે દેશ વિદેશથી સારા રિસ્પોન્સ મળી રહ્યા છે. વધુમાં તેમણે વધુને વધુ બાળકો રોબોટિક ગેલેરીની મુલાકાત લે તેવી પોતાની અપેક્ષાઓ વ્યક્ત કરી હતી.