ETV Bharat / city

કડીથી અમદાવાદ જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 2 કરોડની લૂંટ - incident of robbery in kadi

કડીની મહેન્દ્ર સોમા પટેલ નામની આંગડિયા પેડીમાં (employee of Angadiya firm) કામ કરતા દિલીપ પટેલ કડીથી અમદાવાદ 2.9 કરોડ ભરેલુ પાર્સલ લઈને જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં 5 અજાણ્યા શખ્સોએ કર્મચારી સાથે ઝગડો કરી થેલો ઝુંટવી લીધો હતો.

કડીથી અમદાવાદ જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 2 કરોડની લૂંટ

author img

By

Published : Feb 4, 2022, 3:24 PM IST

અમદાવાદ: રાજ્યમાં દિવસે દિવસે લૂંટની ઘટના વધી રહી છે, ત્યારે કડીમાં વધુ એક લૂંટની ઘટના સામે (incident of robbery in kadi) આવી છે, જેમાં મહેન્દ્ર સોમા પટેલ નામની આંગડિયા પેઢીનો કર્મચારી (employee of Angadiya firm) કડીથી અમદાવાદ રૂપિયા ભરેલો થેલો લઈને જઈ રહ્યો હતો, ત્યારે ધાનોટ પાટિયા પાસે એક ગાડીમાં આવેલા 5 અજાણ્યા શખ્સોએ કર્મચારી સાથે ઝગડો કરી તેની પાસે રહેલા રૂપિયા ભરેલો થેલો ઝૂંટવી લીધો હતો. આ બાબતે આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: જામનગરમાં કારખાનાના માલિકે પોતાના શોખ પુરા કરવા કરી લાખોની ચોરી

અજાણ્યા શખ્સોએ કર્મચારી સાથે ઝગડો કર્યો

કડીમાં રહેતા દિલીપ પટેલ છેલ્લા 7 વર્ષથી મહેન્દ્ર સોમા પટેલ આંગડિયા પેઢીમાં કામ કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે 9 વાગ્યાના અરસામાં 2.9 કરોડ ભરેલુ પાર્સલ લઈને અમદાવાદ જઇ રહ્યા હતા, ત્યારે અચાનક 5 જેટલા અજાણ્યા શખ્સો એક ગાડીમાં આવીને ધાનોટ પાટિયા પાસે કેમ ઓવરટેક કરે છે તેમ કહી ઝગડો કર્યો હતો.

આ પણ વાંચો: Theft incident in Vadodara: વડોદરા LCBએ સિખલિકર ગેંગના રીઢા ચોરને ઝડપ્યો

કર્મચારીએ બુમાબુમ કરતા લૂંટારુઓ ફરાર

દિલીપને શંકા જતા તેમને ગાડીની સ્પીડ વધારી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ ગાડીની ઓવરટેક કરીને ઉભી રખાવી હતી અને ઝગડો કરીને તેમને લોખંડની પાઇપ ફટકારતા તેઓ ઢળી પડ્યાં હતા, ત્યારબાદ તેમની પાસે રહેલ થેલો ઝુંટવી લીધો હતો. કર્મચારીએ બુમાબુમ કરતા લૂંટારુઓ પોતાની ગાડી લઈને ફરાર થઈ ગયાં હતા અને તેઓ છાત્રાલ ટોલનાકા તરફ પોતાની ગાડી લઈને નાસી છૂટ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.