અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ (Robbery in Ahmedabad), માર મારવાના કેસ સામે (Crime In Ahmedabad) આવી રહ્યા છે. અમદાવાદના પાંજરાપોળ વિસ્તાર (Ahmedabad panjrapole area)માં વધુ એક પેઢીના વેપારી (jeweller in ahmedabad)ની 29 લાખના કિંમતી દાગીના ભરેલી બેગની લૂંટ થયાની ઘટના સામે આવી છે.
અકસ્માત કેમ કર્યો? તેમ કહી લૂંટ કરી
નવરંગપુરા વિસ્તારના સી.જી.રોડ (cg road navrangpura ahmedabad) પર આવેલા એક પેઢીના વેપારીની 29 લાખના દાગીના ભરેલી બેગની લૂંટ કરવામાં આવી છે. તે જ્યારે નવરંગપુરાથી પાંજરાપોળ આવી રહ્યા હતા, ત્યારે 2 લુટારુઓ બાઇક પર આવીને વેપારીની ગાડી ઊભી રાખીને તેમને ધમકાવવા લાગ્યા. તમે મારા બાઇક સાથે કેમ અકસ્માત (Accidents In Ahmedabad) કર્યો? તેમ કહી થોડી બોલાચાલી બાદ બંને લૂંટારુઓ વેપારીની કારમાં ભરેલા 29 લાખના કિંમતી દાગીના લઇને ફરાર થઇ ગયા હતા.
રિકન્ટ્રક્શન કરી CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા
આ ઘટનાની જાણ થતા જ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University Police) અને એલિસબ્રીજ પોલીસે (Ellis bridge ahmedabad police) ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા રિકન્ટ્રક્શન કરી CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં પાંજરાપોળ પાસે આવેલા સિટી કોર્નર (city corner panjrapole) પાસે જે લૂંટ કરવામાં આવી હતી તેના CCTV ફૂટેજ અને ત્યારબાદ પેઢી વેપારીની ઓફિસથી લઇ 2 લૂંટારુઓ લૂંટ કરીને ગુજરાત યુનિવર્સિટી તરફ ભાગ્યાની માહિતી મળતા તે બાજુના તમામ વિસ્તારના CCTV ફૂટેજ એકઠા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.