ETV Bharat / city

અમદાવાદમાં વેપારી પાસેથી ફિલ્મી ઢબે લૂંટારુઓ રૂપિયા ભરેલો થેલો લઈ ફરાર - પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદમાં કૃષ્ણનગરના વિસ્તારમાં દિન દહાડે બનેલી ઘટનામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. વેપારીને ટક્કર મારી રિક્ષામાં આવેલા શખ્સો 4.85 લાખ રૂપિયા ભરેલો થેલો લૂંટીને ભાગી ગયા હતા. આ બાબતે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા CCTV ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં વેપારી પાસેથી ફિલ્મી ઢબે લૂંટારુઓ રૂપિયા ભરેલો થેલો લઈ ફરાર

author img

By

Published : Apr 21, 2021, 10:15 AM IST

  • ફિલ્મી ઢબે વેપારી પાસેથી લૂંટારુઓએ રૂપિયા ભરેલો થેલો આંચક્યો
  • 4.85 લાખ ઝૂંટવી મેમકો તરફ ભાગ્ય લૂંટારુઓ
  • શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી

અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે લૂંટના કિસ્સામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે, વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં, કૃષ્ણનગરના ભરચક વિસ્તારમાં દિન દહાડે બનેલી આ ઘટનામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. વેપારીને ટક્કર મારી રિક્ષામાં આવેલા શખ્સો 4.85 લાખ રૂપિયા ભરેલો થેલો લૂંટીને ભાગ્યા હતા. વેપારી રોડ પરથી ઉભા થઇ રિક્ષા પાછળ દોડ્યા અને રિક્ષાનો સળિયો પકડી પ્રતિકાર કર્યો હતો. 30 ફૂટ સુધી ઢસાડાયા બાદ શખ્સોએ ફેંટો મારી નાસી ગયા હતા. સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: સુરત SOGએ લૂંટ ચલાવનારા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા

એક્ટિવા આગળ પડેલી રૂપિયાની બેગ લઈને નાશી ગયા

નાના ચિલોડા પાસે સ્પર્શ રેસિડેન્સીમાં રહેતા પ્રતીક પટેલ દહેગામ પાસે ઝાક GIDCમાં હાર્ડવેર મેન્યુફેક્ચરનો ધંધો કરે છે. સોમવારે સવારે તેઓ તેમનું વાહન લઈ દરિયાપુર ઉઘરાણી માટે ગયા હતા. આ દરમિયાન કૃષ્ણનગર જી ડી હાઈસ્કૂલ પાસેથી પસાર થતા હતા. આ સમયે, એક રીક્ષા ચાલકે પ્રતીકના એક્ટિવાને ટક્કર મારી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ, રિક્ષામાંથી 2 લોકો ઉતરી પ્રતિકભાઈને ઉભા કરી તેમના એક્ટિવાની ચાવી લઈ લીધી હતી. બાદમાં, આ શખ્સો એક્ટિવા આગળ પડેલી રૂપિયાની બેગ લઈને ભાગવા લાગ્યા હતા.

અમદાવાદમાં વેપારી પાસેથી ફિલ્મી ઢબે લૂંટારુઓ રૂપિયા ભરેલો થેલો લઈ ફરાર

આ પણ વાંચો: સુરત પોલીસે રૂ. 19.50 લાખની લૂંટના આરોપીને ઝડપ્યા

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

આ ઘટના બાદ, પ્રતીકભાઈ ઉભા થઇ રીક્ષા પાછળ દોડયા અને આશરે ત્રીસેક ફૂટ સુધી રિક્ષાનો સળિયો પકડી પ્રતિકાર કર્યો હતો. પણ આ શખ્સોએ પ્રતીકભાઈને 3-4 ફેંટો મારી તેઓને ઇજા પહોંચાડી 4.85 લાખ રોકડા લૂંટી મેમકો તરફ ભાગી ગયા હતા. જેથી પ્રતિકભાઈએ આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા CCTV ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.