ETV Bharat / city

Robbery at Gunpoint - બંદૂકની અણીએ લૂંટ કરવા જતા દંપતીની ધરપકડ - અમદાવાદમાં લૂંટની ઘટના

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ ( Robbery at gunpoint ) કરવાનો પ્રયાસ મામલે પોલીસે દંપતી ( Robber couple ) ધરપકડ કરી હતી. આ લૂંટના ઇરાદે આવેલા દંપતી સાઉથ ફિલ્મ જોઇ લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો, પરંતું જ્વેલર્સ માલિકની હિંમત કારણે દંપતી ઝડપાઇ ગયા હતા.

Robber couple
Robber couple
author img

By

Published : Jun 28, 2021, 7:54 PM IST

  • દંપતીએ બંદૂકની અણીએ લૂંટનો પ્લાન ઘડ્યો
  • ધોળા દિવસે જ્વેલર્સમાં લૂંટ કરવાનો માસ્ટ પ્લાન પત્નીએ બનાવ્યો
  • દુકાન માલિકે લૂંટારુઓને પકડીને પોલીસ હવાલે કરી દીધા

અમદાવાદ : શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં દંપતીએ લૂંટ કરવાની કોશિશ કરી હતી. જો કે, આ દંપતીનો પ્લાન સફળ થઇ શક્યો ન હતો. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી ગહના જ્વેલર્સમાં રેકી કરીને પતિ ભરત ગોહિલ અને પત્ની યોગીતા રવિવારે બપોરે લૂંટ કરવા પહોચી ગયા. પત્ની યોગીતાએ ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં બાઈક પર જઈને બંદૂકની અણી લૂંટ ( Robbery at gunpoint ) કરીને ફરાર થઈ જવાના હતાં. જો કે દંપતીને જ્વેલર્સ માલિકે હિંમત બતાવી પકડીને પોલીસના હવાલે કરી દીધાં હતાં. આ દંપતી ( Robber couple ) પૂછપરછ કરતા સાઉથ ફિલ્મ જોઇને લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

આર્થિક સંકડામણને કારણે લૂંટ કરવાનો વિચાર આવ્યો

આ મામલે લૂંટ કરવાના ઇરાદે આવેલા દંપતી ( Robber couple )ની પૂછપરછમાં આર્થિક સંકડામણને કારણે લૂંટ કરવાનો વિચાર આવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેમાં સાઉથની એક ફિલ્મ જોઇને. પત્ની યોગીતાએ લૂંટ કરવાનું પતિને કહેતા આખો પ્લાન બનાવ્યો હતો. દંપતીએ લૂંટ કરવા બંદૂકની જરૂર હોવાથી એક મિત્ર પાસેથી પિસ્તોલ મંગાવી હતી. લૂંટ કર્યા બાદ CCTVમાં ઓળખાય નહીં અને પકડાઈ ન જાય તે માટે બાઇકની નંબર પ્લેટ ઢાંકી દીધી હતી. ફિલ્મ સ્ટાઇલે બંદૂકની અણીએ લૂંટ ( Robbery at gunpoint ) કરવાનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ દુકાનદારની હિંમતને કારણે દંપતી ઝડપાઇ જતા કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરી છે.

બંદૂકની અણીએ લૂંટ કરવા જતા દંપતીની ધરપકડ

બંદૂક આપનારા મિત્રને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

આ પકડાયેલા આરોપી પતિ ભરત ગોહિલ દરજીનું સિલાઈ કામ કરે છે. જો કે, કોરોનાની મહામારીમાં કામ ઓછૂં થવાના કારણે આર્થિક સંકડામણમાં હોવાનું કહી રહ્યો છે. જો કે, પોલીસ પૂછપરછમાં બંદૂકની અણીએ લૂંટ ( Robbery at gunpoint )નો પ્રયાસ કરનારા દંપતી લૂંટ કર્યા બાદ સીધા જ દિલ્હી જતા રહેવાનો પ્લાન બનાવ્યો હતો. કારણ કે આરોપી પત્ની યોગીતા મૂળ દિલ્હીની રહેવાસી છે. હાલ દંપતી ( Robber couple )ની ધરપકડ કરી બંદૂક આપનારા મિત્રને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.