અમદાવાદ : સમગ્ર વિશ્વમાં યોગને ખુબ (June 21 World Yoga Day) મહત્વ આપવામાં આવે છે, ત્યારે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે પણ પ્રચલિત છે. જેને લઈને અમદાવાદમાં પણ યોગ દિવસની ઉજવણી કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે રિવરફ્રન્ટ ખાતે ગુજરાત રાજ્યનો (Ahmedabad Yoga Program) યોગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સરકારી શાળામાં નિશુલ્ક યોગ શિબિરનું ભવ્ય આયોજન, આસપાસના લોકો મફત શીખી શકશે યોગ
21 જૂન રાજ્ય કક્ષાનો કાર્યક્રમ - 21 જૂનના રોજ વિશ્વ યોગ (Ahmedabad Yoga Day 2022) દિવસ હોવાથી રાજ્ય કક્ષાનો યોગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ,રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુર, કેન્દ્રીય રાજ્ય નાણાં પ્રધાન સહિતનો નેતા હાજર રહેશે. જ્યારે બીજી બાજુ 19 જૂન યોગગુરુ બાબા રામદેવ અમદાવાદના મહેમાન બનવામાં છે, ત્યારે વિરાટનગર પાસે આવેલા વીરાજલી વન પાસે નજીક કોર્પોરેશનના પ્લોટમાં બાબા રામદેવ (World Yoga Day Celebration) યોગનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : વિશ્વ યોગ દિવસ પહેલાં જ આ શહેરે બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ...
75 હજાર લોકો એક સાથે - આ સિવાય અમદાવાદ શહેરના તમામ બગીચો, વોર્ડ, પ્લોટ, ઝોન સાથે મળી કુલ અંદાજે 75 હજાર લોકો એક સાથે યોગ કરે તેવો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રાજ્ય નાણાં પ્રધાન પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં યોગનું મહત્વ ખુબ છે. આદી અનાદિ કાળથી યોગ દ્વારા મળતી ઉર્જાને ખુબ ઉપયોગી માનવામાં આવે છે. ત્યારે અમદાવાદ ખાતે પણ યોગની ભવ્ય ઉજવણી (Ahmedabad Yoga Celebration) કરવામાં આવી છે.