અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જનતા માટે ગેરંટી આપવામાં આવી રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રિમ પ્રોજેક્ટ જેની ગણના થાય છે. તે અમદાવાદ રિવરફ્રન્ટ (PM Modi visits Ahmedabad) પર તૈયાર કરવામાં આવેલા અટલ વોક વે બ્રિજ ખુલ્લો મુકવામાં આવશે. આ બ્રિજ 74 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો છે. જેનું ઈ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓગસ્ટના રોજ કરીને જનતા (PM Modi visits Gujarat) માટે ખુલ્લો મુકવામાં આવશે.
આ પણ વાંચો PM મોદીની ઉપસ્થિતિમાં સર્જાશે રેંટિયો કાંતવાનો વર્લ્ડ રેકોર્ડ
શું છે આ બ્રિજ આ બ્રિજને પંતગ જેવો શેપ આપવામાં આવ્યો છે. જ્યારે આ બ્રિજ 4 પીલ્લરના સપોર્ટ પર 300 મીટરનો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે આ બ્રિજ વચ્ચે કાચ લગાવવામાં આવ્યા છે. જે કાચ પરથી નદીનું પાણી જોઈ શકાશે. આ કાચ એટલા મજબૂત છે 1000 કિલો જેટલું વજન પણ જીલી શકે છે. બ્રિજનું નામ પણ અટલજીના નામ પરથી રાખવામાં આવ્યું છે. હવે અમદાવાદ શહેર નવું નજરાણું મળવા જઈ રહ્યું છે. આ ભારતનો પ્રથમ નદી પરનો આવો ફૂટ વે બ્રિજ પ્રથમ હશે. જેનુ ઈ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓગસ્ટના રોજ કરશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી પર એલીસબ્રીજ અને સરદાર બ્રિજની વચ્ચે અંદાજિત 74 કરોડના ખર્ચે આ ફૂટ વે બ્રિજ બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો જામકંડોરણામાં કરોડોના ખર્ચે બનેલો રિવરફ્રન્ટ ખંઢેર હાલતમાં
અટલ બ્રિજની ખાસીયત આ બ્રિજ કુલ 300 મીટર લંબાઈ ધરાવે છે. જ્યારે બ્રીજના છેડે 10 મીટર અને બ્રીજના વચ્ચે 14 મીટર પહોળાઈ ધરાવે છે. આ બ્રિજ પર નદીના બંને છેડેથી પ્રવેશ મેળવી શકાશે. આ બ્રિજમાં સ્ટીલનું વજન 2600 મેટ્રિક ટન વજનનું લોખંડનું પાઇપનું સ્ટ્રક્ચર તથા રંગેબેરંગી ફેબ્રિકની ટેન્સાઇલ સ્ટ્રકચરની છત અને વચ્ચેના ભાગે ફૂડ કિઓસ્ક, બેસવાની તેમજ પ્લાનટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે ડાયનેમિક કલર ચેઇન્જથી શકે તેવું LED લાઈટિંગ પણ ગોઠવવામાં આવ્યું છે. જેમાં પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે પેડેસ્ટેરીયન અને સાયકલલીસ્ટને સરળતાથી જોઈ શકાશે. Riverfront Atal Walkway Bridge in Ahmedabad, Walkway Bridge inaugurated, PM Modi visits Gujarat, Ahmedabad Riverfront Bridge, PM Modi will inaugurate Atal Walkway Bridge