- રિવરફ્રન્ટ પર ગુનાખોરી વધી
- પાંચ લાખની ચોરી અને મોબાઈલ સ્નેચિંગ બાદ અન્ય ગુના વધ્યા
- ફકીરના સ્વાંગમાં આવી ચોરી કરતી ટોળકી સક્રિય
અમદાવાદ- શહેરનું નજરાણું એવું રિવરફ્રન્ટ પર ગુનાખોરી વધી છે, ત્યારે પહેલા ચોરી અને લૂંટના બનાવો બનતા હતા. પરંતુ ચોક્ક્સ એક ગેંગ વેશ પલટો કરી બાવા બનીને લોકોને લૂંટી રહી છે. એક NRI યુવકને આ રીતે ફકીરના સ્વાંગમાં આવેલા લોકોએ લૂંટી લીધો હતો, ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે ગણતરીના સમયમાં આ ગેંગના એક આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આ પણ વાંચો- છત્તીસગઢ: દુર્ગ પોલીસે ગુજરાત-મહારાષ્ટ્રમાંથી સોનાની ચોરી કરતી ટોળકીની કરી ધરપકડ
શાહીબાગમાં રહેતો NRI યુવક રિવરફ્રન્ટ પર ગયો હતો
સીસીટીવીમાં દેખાતી ફકીરના સ્વાંગમાં ફરતી ટોળકી આ જ છે. પહેલા તો આ ટોળકી કોઈ પાસે જાય તો કોઈ પણ વ્યક્તિ 10-20 રૂપિયા આપી દે, પરંતુ બાદમાં કોઈ ભોળી વ્યક્તિને પારખીને આ ટોળકી પરત આવી આશીર્વાદ આપવાનું કહી તેઓને લૂંટી લે છે, ત્યારે આવો જ એક કિસ્સો શહેરના રિવરફ્રન્ટ પર બન્યો છે. જેમાં શાહીબાગમાં રહેતો NRI યુવક રિવરફ્રન્ટ પર ગયો હતો અને ત્યાં આ બે લોકો ફકીરના સ્વાંગમાં આવ્યા. બાદમાં ચંદો આપવાનું કહી યુવક પાસે 10 રૂપિયા લીધા અને અડધો કલાકમાં પરત આવ્યા. યુવક પોતાની જાળમાં ફસાઈ જાય તેમ માની આ શખ્સે હાથ લંબાવ્યો અને તને આશીર્વાદ બરકત મળશે તેમ કહી પર્સમાંથી 81 હજારની મતા લઈ છૂ થઈ ગયા.
ફકીરના સ્વાંગમાં આવેલા લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી
આ આરોપીઓએ બે દરગાહના ફોટો હાથમાં મૂકી આશીર્વાદ આપવાનું કહી પોતાના હાથમાં પાકિટ મુકાવ્યું હતું. બાદમાં અડધો કલાક બાદ ભોગ બનનાર કુશાલભાઈએ પર્સમાં જોતા તેમના ડોલર સહિત 81 હજાર ગાયબ હતા. ફકીરના સ્વાંગમાં આવેલા લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે અને ગણતરીના સમયમાં જ આરોપી પ્યારુ સલાટની ધરપકડ કરી છે. આરોપી પ્યારુની સાથે બુચો નામનો વ્યક્તિ પણ હતો. બુચાની પત્નીએ આ રૂપિયા ભરૂચમાં વેચી દીધા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો- ખેતરમાં મોબાઈલ ટાવર નાખવાના નામે છેતરપિંડી આચરતી ઠગ ટોળકી દિલ્હીથી ઝડપાઈ
ગેંગના આઠેક જેટલા સભ્યો વિવિધ શહેરોમાં ફરી નાણાં પડાવતા હોવાનું સામે આવ્યું છે
આરોપી બુચાની પણ સંડોવણી હોવાનું માની પોલીસે તેની અટકાયત તો કરી છે, પરંતુ આ ગેંગના આઠેક જેટલા સભ્યો સુરત, અમદાવાદ, વડોદરા જેવા વિસ્તારોમાં ફરીને લોકોના આ રીતે નાણાં પડાવતા હોવાનું એમ.ઓ ધરાવતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે આરોપીઓની તપાસમાં અન્ય કેટલા ગુનાના ભેદ ઉકેલાય છે તે જોવાનું રહેશે. આ સાથે જ ભિક્ષા આપતી વખતે સહુ કોઈ વ્યક્તિએ ચોક્કસ ધ્યાન રાખવું પણ જરૂરી બન્યું છે. નહીં તો આ રીતે પસ્તાવવાનો વારો આવી શકે છે.