ETV Bharat / city

અમદાવાદમાં રીક્ષા ચાલકોની હડતાળનું સુરસુરીયું

પેટ્રોલ-ડીઝલ (petrol diesel price hike), સાથે સાથે CNG ગેસના ભાવમાં પણ વધારો (cng price hike) થતા CNG રીક્ષા ચાલકોની પરેશાની વધી છે. જેથી આજથી રાજ્યના રીક્ષા ચાલકો 36 કલાક સુધીની હડતાળ પર ઉતર્યાં છે. પેટ્રોલ-ડીઝલ, સાથે સાથે CNG ગેસના ભાવમાં પણ વધારો થતા રીક્ષા ચાલકોને રોજગારમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. CNG ભાવ વધારાના વિરોધમાં તેમજ પોલીસની રીક્ષા ચાલકોને કનડગત ના કરે તેવા અલગ-અલગ મુદા સાથે રિક્ષા ચાલકો બે દિવસ 15 અને 16 નવેમ્બર સુધી હડતાળ પર ઉતર્યાં છે.

અમદાવાદમાં રીક્ષા ચાલકોની હળતાળનું સુરસુરીયું

author img

By

Published : Nov 15, 2021, 4:37 PM IST

Updated : Nov 15, 2021, 11:00 PM IST

  • અમદાવાદમાં રીક્ષા ચાલકોની હડતાળનું સુરસુરીયું
  • રીક્ષા ચલાકોના યુનિયનમાં જોવા મળ્યો વિખવાદ
  • માત્ર 50 ટકા જ યુનિયનો દ્વારા સમર્થન

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં 60થી 70 જેટલા રીક્ષા યુનિયન કાર્યરત છે, પરંતુ આજની હડતાળ (Rickshaw drivers strike)માં માત્ર 50 ટકા જેટલા જ યુનિયનોએ હડતાળને સમર્થન આપ્યું હતું.

અમદાવાદમાં રીક્ષા ચાલકોની હળતાળનું સુરસુરીયું

યુનિયનની ત્રણ મુખ્ય માંગણીઓ

આ સિવાય રીક્ષા યુનિયનની ત્રણ મુખ્ય માંગણીઓ છે. જેમાં CNGનો ભાવવધારો (cng price hike) પાછો ખેંચવો, કોરોનામાં બીજા રાજ્યોએ રીક્ષા ચાલકોને આર્થિક સહાય કરી એમ અમને પણ આર્થિક સહાય આપવા માંગ અને પોલીસ દ્વારા રિક્ષાચાલકો પર દમન ગુજારવામાં આવે છે, તે ન કરવા યુનિયનો દ્વારા માંગ કરવામાં આવી છે. આ મામલે અગાઉ પણ સરકારને કેટલીક વાર રજુઆત કરવામા આવી હતી. સરકાર સાથે યુનિયનો દ્વાર બેઠકો પણ કરવામાં આવી હતી.

રીક્ષા યુનિયનોની હડતાળનું સુરસુરીયું

બે દિવસની રીક્ષા યુનિયનોની હડતાળનું સુરસુરીયું થતું જોવા મળ્યું છે. કારણકે મોટા ભાગના રિક્ષાચાલકો પોતાનો ધંધો કરી રહ્યા છે, ત્યારે હડતાળને સમર્થન મળ્યું નથી. અમદાવાદ એકતા રીક્ષા યુનિયન દ્વારા કલેકટર કચેરી ખાતે રીક્ષા રોકવામાં આવી હતી, ત્યારે કલેકટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. આગામી સમયમાં રીક્ષાચાલકો આ ચોક્કસ મુદ્દાતની હડતાળ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે. ત્યારે આજે રીક્ષા યુનિયનોમાં વિખવાદ જોવા મળ્યો છે, તેના જ કારણે સરકાર સામે યુનિયનોને નમતું ઝોખવું પડ્યું છે.

આ પણ વાંચો: નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકવાના મુદ્દાઓ લાવી ભાજપ મોંઘવારી અને બેરોજગારીથી ધ્યાન ભટકાવી રહ્યું છે: કોંગ્રેસ

આ પણ વાંચો: અમદાવાદમાં રાત્રે 12 વાગ્યાથી રિક્ષા પૈડાં થંભ્યા, 36 કલાક સુધી રિક્ષા ચાલકોની હડતાળ

Last Updated : Nov 15, 2021, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.