ETV Bharat / city

અમદાવાદમાં લાંભા વિસ્તારના રહીશો અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ મનપાનો કર્યો વિરોધ

અમદવાદના લાંભા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓ ઊભી ન કરાતા મંગળવારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લાંભા વિસ્તારના રહીશોએ કોર્પોરેશન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. 10 વર્ષથી આ વિસ્તાર મનપામાં ભેળવાયો હોવા છતાં આજદિન સુધી અહીં રોડ, પાણી, ગટર જેવી કોઈપણ સુવિધાઓ ઉભી કરાઈ નથી. જેના કારણે રહીશોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે જ AICCના ડેલીગેટ રાજેશ સોની અને લાંભાના કોંગ્રેસ વૉર્ડ પ્રમુખ ઘનશ્યામ પરમારે પણ પોતાના કાર્યકરો સાથે કોર્પોરેશન સામે વિરોધ વ્યક્ત કરીને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું.

Gujarat News
Gujarat News
author img

By

Published : Jun 29, 2021, 9:35 PM IST

  • લાંભા વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો અને રહીશોએ મનપા સામે કર્યો વિરોધ
  • પ્રાથમિક સુવિધા સામે મનપાની કોઈ કામગીરી ન થતા ઠાલવ્યો આક્રોશ
  • મનપા સામે કર્યા સૂત્રોચ્ચાર
  • કોંગ્રેસ કાર્યકરોએ આપ્યું આવેદન પત્ર

અમદાવાદ : શહેરના લાંભા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓ ઊભી ન કરાતા મંગળવારે કોંગ્રેસના કાર્યકર્તાઓ (Congress activists) અને લાંભા વિસ્તારના રહીશોએ કોર્પોરેશન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 10 વર્ષથી આ વિસ્તાર મનપામાં ભેળવાયો હોવા છતાં આજદિન સુધી અહીં રોડ, પાણી, ગટર જેવી કોઈપણ સુવિધાઓ ઉભી કરાઈ નથી. અમદાવાદ સ્માર્ટ સિટી (Smart City) તરીકે મોખરે હોવા છતાં સામાન્ય જનતાને સ્માર્ટ સિટી (Smart City) નો કોઈ લાભ પ્રાપ્ત થતો નથી. જેના કારણે રહીશોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે AICCના ડેલીગેટ (Delegate of AICC) રાજેશ સોની અને લાંભાના કોંગ્રેસ વૉર્ડ પ્રમુખ (Congress Ward President) ઘનશ્યામ પરમારે પણ પોતાના કાર્યકરો સાથે કોર્પોરેશન સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત અહીંના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર (Assistant Municipal Commissioner) ને આવેદન પત્ર પણ પાઠવ્યું હતું.

અમદાવાદમાં લાંભા વિસ્તારના કોંગ્રેસ કાર્યકર્તાઓ અને રહીશોએ મનપાનો કર્યો વિરોધ

આ પણ વાંચો : Petrol and Diesel Price Hike: વડોદરામાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ

મોટાભાગના વિસ્તારોમાંથી ડ્રેનેજના પાણી ઉભરાઈને રસ્તા ઉપર આવી જાય છે : Congress Ward President

લાંભા વિસ્તારના કોંગ્રેસ વૉર્ડ પ્રમુખ (Congress Ward President) ઘનશ્યામ પરમારે Etv Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દસ વર્ષથી આ વિસ્તારમાં મનપાની હદમાં ભેળવવામાં આવ્યો હોવા છતાં અહીં સામાન્ય એવી પ્રાથમિક સુવિધા પણ લોકો સુધી પહોંચતી કરવામાં આવી નથી. લોકોએ મનપાના પાણી માટે પણ વલખા મારવા પડે છે. આ ઉપરાંત રોડ, સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધા પણ અહીં ઊભી કરવામાં આવી નથી. મોટાભાગના વિસ્તારોમાંથી ડ્રેનેજ (Drainage) ના પાણી ઉભરાઈને રસ્તા ઉપર આવી જાય છે.

આ પણ વાંચો : શિક્ષણ સમિતિની ચૂંટણીમાં હોબાળો : AAPના તમામ કોર્પોરેટરો જેલભેગા, સામાન્ય સભા વિપક્ષ વગર જ શરૂ થવાના એંધાણ

પાણી માટે નવા કનેક્શનનું કામ હાલ ચાલી રહ્યું છે, 60 ટકા કામ પૂર્ણતાના આરે છે : Assistant Municipal Commissioner

કોંગ્રેસના કાર્યકર્તાઓ (Congress activists) અને સ્થાનિક રહીશોએ કરેલા વિરોધ સામે Etv Bharatએ જ્યારે લાંભા વિસ્તારના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર (Assistant Municipal Commissioner) સાથે વાતચીત કરી, ત્યારે તેમણે ટેલીફોનિક માધ્યમથી જણાવ્યું કે, મંગળવારે જે વિરોધ થયો એ શાહવાળી વિસ્તારની સમસ્યાને લઈને કરવામાં આવ્યો હતો.

થોડા સમયમાં જ પાણીની આ સમસ્યાનું નિવારણ થશે : Assistant Municipal Commissioner

વધુમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું હતું કે, હાલ આ વિસ્તારમાં બોરથી પાણી આપવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં એક સાથે તમામ લોકોને પાણી આપવામાં આવતું નથી. બધા લોકોને જુદા જુદા સમયે પાણી આપવામાં આવી રહ્યું છે. જેથી ઘણા વિસ્તારો એવા છે કે, જ્યાં સવારે પાણી ન આપીને સાંજે પાણી આપવામાં આવે છે. તેથી તે લોકોની માંગણી છે કે, તેમને સવારે પાણી આપવામાં આવે. હાલ આ વિસ્તારમાં કનેક્શન નાખવાનું કામ ચાલી રહ્યું છે. જે 60 ટકા પૂર્ણ થઇ ચૂક્યું છે. થોડા સમયમાં જ પાણીની આ સમસ્યાનો પણ નિવારણ લાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.