- અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ ફરી શરુ
- કોરોના કાળમાં સુરક્ષાને લઈને તમામ તૈયારીઓ તેજસમાં કરવામાં આવી
- IRCTC દ્વારા ટ્રાવેલ પેકેજ પણ બહાર પડાયાં
અમદાવાદઃ તેજસ ટ્રેનમાં ટ્રેનની મર્યાદા કરતાં અડધા પેસેજન્જરો લઈ જવામાં આવશે. અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલતી તેજસ ટ્રેનમાં આશરે 600 જેટલી સીટો છે, પરંતુ કોરોના કાળ હોવાના કારણે ફક્ત 300 પેસેન્જરોનુ જ બુકિંગ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ પેસેન્જરોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવશે. ટ્રેનમાં પ્રવેશ સમયે એક કીટ આપવામાં આવશે. જેમાં સેનિટાઈઝર, માસ્ક અને હેન્ડ ગ્લોવ્સ હશે. આ ઉપરાંત તમામ પ્રવાસીને ટ્રેનમાં જ હાઈજેનિક ભોજન પીરસવામાં આવશે.
- IRCTCએ નવા ટ્રાવેલ પ્લાન પણ શરુ કર્યા
દેશમાં ટુરિઝમ વધારવા માટે IRCTC દ્વારા ટ્રાવેલ પેકેજ પણ શરુ કરવામાં આવ્યાં છે. આ પેકેજમાં જ્વેલ્સ ઓફ સાઉથ, પ્રાઈડ ઓફ કર્નાટકા વિથ ગોવા અને ગ્લીમ્સેસ ઓફ કર્નાટક શરુ કરવામાં આવ્યાં છે. આ પેકેજમાં પ્રવાસીઓ વિવિધ જગ્યાઓની મુલાકાતની સાથે સાથે લક્ઝુરિયસ ટ્રેનમાં પ્રવાસનો આનંદ માણી શકશે.