અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ફેલાયેલી છે. ત્યારે આગામી સમયમાં આવનારી ચૂંટણીઓ કેવી રીતે યોજવી જોઈએ તેને લઈને તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એક ગાઈડલાઇન બહાર પાડવામાં આવી હતી.
કોરોના કાળમાં ચૂંટણીને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઈડલાઈન પર ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા - news in congress election
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ફેલાયેલી છે. લાખો લોકો આ વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે અને કરોડો લોકો આ વાઇરસથી સંક્રમિત થયા છે. પરંતુ સત્ય એ પણ છે કે, આમ હોવા છતાં બધા જ દેશોમાં અનલોક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કારણ કે, કેટલાક એવા કાર્યો છે જે રોકાઈ શકે તેમ નથી. ત્યારે ભારતની વાત કરવામાં આવે તો ચૂંટણી દેશની સરકાર બનાવવા માટે હોય કે પછી, રાજ્યની સરકાર માટે હોય કે, સ્થાનિક સરકાર માટે પ્રજાનો મત લીધા વિના ચાલે તેમ નથી. ત્યારે આવા સમયે ચૂંટણીઓ કેવી રીતે યોજવી જોઈએ તેને લઈને તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એક ગાઈડલાઇન બહાર પાડવામાં આવી હતી.
કોરોનાના સંક્રમણ કાળમાં ચૂંટણીઓ યોજવા અંગે કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઈડલાઈનને લઈને ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા
અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ફેલાયેલી છે. ત્યારે આગામી સમયમાં આવનારી ચૂંટણીઓ કેવી રીતે યોજવી જોઈએ તેને લઈને તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એક ગાઈડલાઇન બહાર પાડવામાં આવી હતી.