ETV Bharat / city

કોરોનાને ધ્યાનમાં રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે: પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળશે કે નહીં તે અંગે અસમંજસ ચાલી રહ્યું છે. વર્ષે કોરોના સંક્રમણને કારણે જગન્નાથની રથયાત્રા ભક્તો વગર નીકળી હતી. કોરોનાની બીજી લહેરમાં આ વર્ષે રથયાત્રા નિકળશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. રથયાત્રાને લઈને મંદિરમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ગુરુ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે મહત્વનુ નિવેદન આપ્યું છે કે, કોરોનાના કેસોની સ્થિતિ જે પ્રમાણે હશે તે મુજબ નિર્ણય લઇશું. રથયાત્રા પ્રોટોકોલ મુજબ જ નિકાળવામાં આવશે.

xxxx
કોરોનાને ધ્યાનમાં રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે: પ્રદિપસિંહ જાડેજા
author img

By

Published : Jun 11, 2021, 3:19 PM IST

  • રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં બેઠકો શરૂ
  • કોરોના ને ધ્યાનમાં રાખી રથયાત્રા અંગે નિર્ણય લેવાશે: પ્રદીપસિંહ
  • કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જળયાત્રા કાઢવામાં આવશે : ગૃહપ્રધાન

અમદાવાદ: રથયાત્રા(Rathyatra)ને લઈને જગન્નાથ મંદિરમાં બેઠકોનો દોર શરૂ થયો છે. આજે મંદિરમાં રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Home Minister Pradipsinh Jadeja) મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસજી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં રથયાત્રાને લઈને મહત્વની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.

કોરોના કેસના આધારે નિર્ણય લેવાશે

પ્રદીપસિંહ જાડેજાએ રથયાત્રા વિશે કહ્યું કે 11 તારીખથી મંદિર ખુલ્લા ખુલ્લા મુકવામાં આવ્યા છે. ગાઈડલાઇન મુજબ દર્શનાર્થીઓ દર્શન કરી શકે છે. આજે (11 જુન) મેં પણ દર્શન કર્યા છે, મંદિરના મહંત સાથે પણ વાત થઈ છે રથયાત્રા યોજવા અંગે સીએમ સાથે ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસોની સ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત જળયાત્રા પણ કોવિડ પ્રોટોકોલ મુજબ થશે. ત્યારે મહત્વનું છે કે ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા નો આજે જન્મદિવસ હોવાથી તેઓ ભદ્રકાળી અને જગન્નાથ મંદિરમાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદ કલેક્ટરનું જાહેરનામું: શાકભાજી, લારી, ચા, હોટેલ ધરકોએ જલ્દી લેવી પડશે વેકસીન

રથયાત્રા નિકળે તેવી લોક ભાવના

ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વ નીકળતી હોય છે ત્યારે તેને લઈને મંદિરના મહંત દિલીપદાસજી જણાવ્યું હતું કે બધાની લાગણી છે કે રથયાત્રા નીકળે ત્યારે આગામી સમયમાં ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ છીએ કે કોરોના સંક્રમણ ઘટે અને લોકોના સ્વાસ્થ્ય હમેંશા સ્વસ્થ્ય રહે.

આ પણ વાંચો : Corona Update: 24 ક્લાકમાં 91,702 નવા કેસ, 3,403 death

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.