ETV Bharat / city

રથયાત્રા નિયત સમય પર જ નીકળશે, ગૃહવિભાગે આપી મંજૂરી, માત્ર 200 લોકો ભાગ લેશે - રથયાત્રા 2020

અમદાવાદમાં 143મી વખત ભગવાન જગન્નાથની રથયાત્રા નિયત સમયે જ નીકળશે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, આ વખતે રથયાત્રા તેના નિયત સમય પર જ નીકળશે, પરંતુ રથયાત્રાના દિવસે સમગ્ર રૂટ પર જનતા કર્ફ્યુ રાખવામાં આવશે. આ સાથે જ યાત્રામાં માત્ર 200 લોકો જ ભાગ લેશે. આ 200 લોકો કોણ હશે તેનો નિર્ણય જગન્નાથ મંદિર લેશે.

author img

By

Published : Jun 16, 2020, 8:43 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં 143મી વખત ભગવાન જગન્નાથની રથયાત્રા નિયત સમયે જ નીકળશે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, આ વખતે રથયાત્રા તેના નિયત સમય પર જ નીકળશે, પરંતુ રથયાત્રાના દિવસે સમગ્ર રૂટ પર જનતા કર્ફ્યુ રાખવામાં આવશે. આ સાથે જ યાત્રામાં માત્ર 200 લોકો જ ભાગ લેશે. આ 200 લોકો કોણ હશે તેનો નિર્ણય જગન્નાથ મંદિર લેશે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જગન્નાથ મંદિર પાસે 200 લોકોનું લીસ્ટ માંગવામાં આવ્યુ છે. સૂત્રો તરફથી જે માહિતી મળી છે તે પ્રમાણે રથયાત્રા તેની પરંપરા પ્રમાણે નગરચર્યા કરશે. રથયાત્રાના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રા દરમિયાન લોકો ઘરમાંથી કે અગાશી પરથી દર્શન કરી શકશે. જો કે, રૂટના રસ્તા પર લોકો એકઠા નહી થઇ શકે.

રથયાત્રાના આયોજનને લઇને આવતીકાલે મહતવનો નિર્ણય લેવાશે. આવતીકાલે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી રહી છે. આ બેઠકમાં આવનારી રથયાત્રા અને તેના આયોજનને લઇને ચર્ચા થવાની છે. ખાસ કરીને કોરોનાને કારણે ધાર્મિક મેળાવડા અને ઉત્સવો પર સરકારે બંધી મૂકી છે.

મહત્વનુ છે કે, કોરોનાની સ્થિતી વકરવાના અંદેશાને લઇને આઇબીએ યાત્રાના આયોજન સામે લાલબત્તી ધરી છે, તો બીજી તરફ મંદિરે આ વખતે યાત્રા સાદગીથી યોજવાની તૈયારી કરી લીધી છે. જે ચર્ચાઓ છે તે મુજબ આ વખતે રથયાત્રા સવારે નીકળી બપોર સુધીમાં નિજ મંદિર પરત ફરે તેવી તૈયારીઓ કરાઇ છે.

આમ, રથયાત્રાનું આ વખતનું આયોજન કેવુ રહેશે તેને લઇને ચાલતી અટકળોનો આવતીકાલે અંત આવી જાય તેવી શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.