ETV Bharat / city

Rape Crime in Ahmedabad 2022 : બહેન બનાવીને તેની દીકરી પર દુષ્કર્મ આચર્યું, ગોમતીપુર પોલીસમથકે ફરિયાદ નોંધાઈ - Rape on Minor Girl in Ahmedabad

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચરાયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. અન્ય ધર્મના યુવકે દુષ્કર્મ (Rape Crime in Ahmedabad 2022) આચર્યું હોવાથી કેટલાક ધાર્મિક સંગઠનો પણ વિરોધ પર ઊતરી આવ્યાં છે.

Rape Crime in Ahmedabad 2022 : બહેન બનાવીને તેની દીકરી પર દુષ્કર્મ આચર્યું, ગોમતીપુર પોલીસમથકે ફરિયાદ નોંધાઈ

author img

By

Published : Jan 24, 2022, 1:24 PM IST

અમદાવાદઃ શહેરના ગોમતીપુર વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સગીરાની માતા સાથે આરોપીએ ભાઈબહેન હોવાનું નાટક રચ્યું. ત્યારબાદ સગીરા સાથે એક-બે નહીં પણ દસ વખત દુષ્કર્મ આચર્યું (Rape Crime in Ahmedabad 2022) હોવાની ઘટના સામે આવી છે. અન્ય ધર્મના યુવકે દુષ્કર્મ (Rape on Minor Girl in Ahmedabad) આચર્યું હોવાથી કેટલાક ધાર્મિક સંગઠનો પણ આ વાતનો વિરોધ કરી રહ્યા છે. હવે આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

માતાને બહેન બનાવી હતી
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી નિશા (નામ બદલ્યું છે) એક ખાનગી દવાખાનામાં કામ કરતી હતી. ત્યાં એક મહિલા આવતી હતી. જેને નિશા સાથે મિત્રતા થઈ હતી. થોડા દિવસમાં તે મહિલાનો પતિ પણ નિશાને મળ્યો હતો. જેણે નિશાને કહ્યું કે. હું તને બહેન માનું છું. બન્ને અલગ અલગ ધર્મના હતાં. ત્યારે નિશાના બનાવેલા ભાઈ સાજીદ (નામ બદલ્યું છે) નિશાની દીકરીના સંપર્કમાં આવ્યો નિશાની દીકરી સગીર વયની હતી. નિશાની દીકરી પ્રિયા( નામ બદલ્યું છે) સાથે સોશિયલ મીડિયામાં વાતો કરવાની શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ Love jihad Ahmedabad: યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જતાં નોંધાઇ ફરીયાદ

અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું
થોડા દિવસમાં પ્રિયાને ફસાવીને સાજીદે (Rape Crime in Ahmedabad 2022) તેની સાથે 10 જેટલી વખત અલગ અલગ જગ્યાએ લઈ જઈને શારીરિક સબંધ બાંધ્યો હતો. આ અંગેની જાણ પ્રિયાએ (Rape on Minor Girl in Ahmedabad) તેની માતાને કરી હતી. આ અંગે હાલ પોલીસે દુષ્કર્મ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે ETV Bharatને પોલીસે માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ સગીરાને દુષ્કર્મી શિક્ષકથી બચાવવાની વાત કહી ત્રણ યુવકે પણ સગીરા સાથે કર્યું કૃત્ય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.