ETV Bharat / city

Rape Case in Ahmedabad: રામોલ ગેંગરેપ કેસમાં બહાર આવી ચોંકાવી દેતી વિગતો - Physical relation with partner

રામોલ ગેંગરેપ કેસ 2018માં(Ramol gangrape case 2018) આરોપીને કાયમી જામીન મુક્તિ આપવામાં આવી છે. આ કેસમાં ઘણા ખુલાસાઓ(Disclosures in Ramol Rape Case) થયા છે. જેમાં પીડિતાના માતાપિતાને બળજબરીથી કાળું કામ કરાવતાં હતાં. આ સહિતની ચોંકાવનારી વિગતો વાંચો અહેવાલમાં.

Rape Case in Ahmedabad: રામોલ ગેંગરેપ કેસમાં બહાર આવી ચોંકાવી દેતી વિગતો

author img

By

Published : Apr 30, 2022, 8:19 PM IST

અમદાવાદ: શહેરના 2018 રામોલ વિસ્તારમાં ગેંગરેપના કિસ્સામાં(Ahmedabad gangrape cases) આરોપીને કોર્ટે રેગ્યુલર જામીન આપી દીધા છે. આ કેસમાં અત્યારે ખૂબ જ નવા અને ચોંકાવનારા તથ્યો પણ સામે આવ્યા છે. જેને લઇને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સેશન કોર્ટે(Sessions Court Ahmedabad) મુખ્ય આરોપીને રેગ્યુલર જામીન આપ્યા છે.

અમદાવાદના 2018 રામોલ વિસ્તારમાં ગેંગરેપના ખૂબ જ ચકચારી કિસ્સામાં આરોપીને કોર્ટે રેગ્યુલર જામીન આપી દીધા છે,

વોટ્સએપ ચેટે કર્યા અનેક ખુલાસા - આ કેસમાં થયેલી તપાસમાં, ઘણી સત્ય હકીકતો સામે આવી છે, બન્ને વચ્ચે થયેલી વોટ્સએપ ચેટથી અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે આરોપી સાથે પીડિતાએ સંમતિથી જ શારીરિક સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં, શારીરિક સંબંધ બાંધવાના મેસેજ કર્યા હતાં. આ ઉપરાંત બીજો એ પણ ઘટસ્ફોટ થયો છે કે પીડિતાએ હોસ્પિટલમાં આપેલા નિવેદન મુજબ તેના માતાપિતા જ પીડિતા પાસે દેહવિક્રયનો કામ કરાવતા હતાં. પીડિતાના પિતા પણ અનેક વખત દુષ્કર્મ બાંધતા હતા.

દુષ્કર્મનું નામ આપીને ખોટી રીતે ગેંગરેપનો આરોપ - 2018માં રામોલ વિસ્તારમાં થયેલા ગેંગ રેપના કિસ્સામાં, યુવતીઓ પર ચાર યુવકો દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો એવી ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારે તપાસ કરતાં સત્ય હકીકત સામે આવી હતી કે આરોપી અંકિત અને પિડીતા વચ્ચે પહેલેથી જ પ્રેમ(Physical relation with partner) સંબંધો હતા. પરંતુ તેને દુષ્કર્મનું નામ આપીને ખોટી રીતે ગેંગરેપનો આરોપ(Falsely accused of gangrape Ahmedabad) નાખવામાં આવ્યા હતા. પોલીસે શકમંદના દાયરામાં 33 જેટલા વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. પરંતુ આ ચાર સામે ગેંગરેપનો ફરિયાદ નોંધીને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તે તમામ આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો: Dwarka Rape Case : દ્વારકામાં એક નરાધમે માસૂમ સાથે દુષ્કર્મ આચરી નગરીને અભડાવી

કેસમાં સઘન તપાસથી અનેક ચોંકાવનારા ખુલાસા - જેમાં પીડિતાના માતાપિતા જ તેને દેહવ્યાપાર કરાવતા હતાં અને પીડિતાના પિતા પણ તેની સાથે શારીરિક છેડછાડ(Physical abuse cases Ahmedabad) કરતા હતાં એવું પણ નિવેદનમાં સામે આવ્યું છે. આ કેસના વકીલ, આનંદ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, રામોલ પોલીસ સ્ટેશનમાં ચાર યુવકો સામે સામૂહિક દુષ્કર્મ કેસ હતો. પ્રાથમિક આક્ષેપને ધ્યાનમાં રાખીને જ્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું ત્યારે 1040 પાનની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે રેકર્ડ પર માત્ર 150 પાનાની ચાર્જશીટ ધ્યાનમાં રાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવી.હતી.

પીડિતા આઠ માસથી ગર્ભવતી પણ હતી - જે બાબતે કોર્ટનું ધ્યાન દોરવામાં આવતા સમગ્ર ચાર્જશીટ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતાં. આ દરમિયાન ચાર્જશીટ રજૂ કરતાં ઘણા બધા સત્યો સામે આવ્યા હતાં અને જેમાં પીડિતાને તેના માતાપિતા બળજબરીથી કાળું કામ કરાવતા હોવાનું સામે આવ્યું હતું. પીડિતાને આઠ માસનો ગર્ભ પણ હતો તેની તેના માતાપિતાને જાણ ન હતી.

આ પણ વાંચો: Rape Case in Surat: ચીખલીથી ભાગીને આવેલી 17 વર્ષીય કિશોરીને સહારો આપનાર જ દુષ્કર્મી નીકળ્યો

દુષ્કર્મ પીડિતાને આર્થિક લાભ લેવા કર્યો હતો આ કાંડ - બધું કોર્ટના ધ્યાનમાં જતા કોર્ટને ધ્યાનમાં આવ્યું કે આ કોઈ ગેંગરેપનો કેસ નથી. પરંતુ અંકિત નામના વ્યક્તિ અને પીડિતાના પ્રેમ સંબંધો હતાં. તેમ છતાં પણ તેને ગેંગરેપનું નામ આપવામાં આવ્યું છે. આ બધી હકીકતોને ધ્યાનમાં રાખીને કોર્ટે ચારેય આરોપીઓને અત્યારે જામીન મુક્ત કર્યા છે. આ સમગ્ર કેસની આગળની તમામ પાસાઓને પુરાવાઓને ધ્યાનમાં રાખીને હવે આગળની કાર્યવાહી હાથ ધરાશે. આ કેસમાં મહત્વની વાત એ સાબિત થાય છે કે સરકાર દ્વારા પીડિતાને આર્થિક સહાય આપવામાં આવતી હોય છે જેનો લાભ લેવા માટે થઈને ચાર વ્યક્તિ ઉપર ગેંગરેપનો આરોપ નાખવાનું પણ આ કેસમાં સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.