ETV Bharat / city

કોર્પોરેશન દ્વારા 77 લાખના દંડ સામે રાજસ્થાન હોસ્પિટલની હાઈકોર્ટમાં અરજી

કોરોનાની સારવાર માટે આવેલા દર્દી માટે અમદાવાદના શાહીબાગમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલે 20 મિનિટ સુધી દરવાજો ન ખોલતા દર્દીઓના મોત નીપજ્યાં હતા. જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષાત્મક પગલાના ભાગરૂપે 77 લાખનો દંડ ફટકાર્યો હતો. તેની સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. રાજસ્થાન હોસ્પિટલ તરફે હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દંડના આદેશને પડકારવામાં આવ્યો છે.

હાઈકોર્ટ
હાઈકોર્ટ
author img

By

Published : Sep 4, 2020, 8:15 PM IST

અમદાવાદ: રાજસ્થાન હોસ્પિટલ તરફે હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેમને સાંભળ્યા વગર કોર્પોરેશન દ્વારા 77 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દંડ કરવાની સત્તા ન હોવાની પણ દલીલ કરવામાં આવી છે. રાજસ્થાન હોસ્પિટલ દ્વારા 25 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. જો કે, ત્યાર પછી હવે તેમને આ દંડ સામે કોર્ટમાં અરજી કરી છે.

કોર્પોરેશન દ્વારા 77 લાખના દંડ સામે રાજસ્થાન હોસ્પિટલની હાઈકોર્ટમાં અરજી

નોંધનીય છે કે, આઠમી જૂનના રોજ બનેલી ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજીમાં બેદરકારી બદલ રાજસ્થાન હોસ્પિટલની સામે શિક્ષાત્મક પગલાં લેવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ કોર્પોરેશને રાજસ્થાન હોસ્પિટલ 77 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

હાઈકોર્ટે આદેશમાં ટીકા કરતા કહ્યું હતું કે જો દર્દીને સમયસર આઈસીયુમાં સારવાર મળી હોત તો એનો જીવ બચી શક્યો હોત. કોરોના દર્દીને પહેલા દાખલ કરો અને પછી એડવાન્સ વગેરેની પ્રક્રિયા કરો. હાઈકોર્ટે વધુ નિર્દેશ આપતા જણાવ્યું કે, ચીફ સેક્રેટરી કોવિડ હોસ્પિટલમાં CCTV કેમેરા પણ ઈન્સ્ટોલ કરાવી શકે, જેથી તમામ સ્થિતિ અને ઘટના પર નજર રાખી શકાય.

28 જૂન - કોરોના મહામારી સમયે બેદરકારી દાખવવા બદલ રાજસ્થાન હોસ્પિટલને ફટકાર્યો 77 લાખનો દંડ

અમદાવાદ : કોરોના મહામારીને કારણે કોર્પોરેશને શહેરની 50 ખાનગી હોસ્પિટલો સાથે MOU કર્યા હતા. જેમાં રાજસ્થાન હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. આ કરાર હેઠળ હોસ્પિટલે 50 ટકા બેડ અનામત રાખવાના હોય છે. જેમાં કોર્પોરેશન દ્વારા મોકલવામાં આવતા દર્દીઓની સારવાર કરવાની હોય છે, પરંતુ રાજસ્થાન હોસ્પિટલે તારીખ 18 જૂનના રોજ આવેલા દર્દીને સમયસર બેડ ફાળવ્યો ન હતો જેના કારણે તેનું અકાળે મોત થયું હતુ. જેને લઈને હોસ્પિટલ સામે પોલીસ ફરિયાદ થઈ હતી. જેની ગંભીર બેદરકારીની નોંધ હાઈકોર્ટે લીધી હતી અને તેમની સામે તાત્કાલિક પગલા લેવા તાકીદ કરી હતી.

26 જૂન - કોરોના દર્દીને સારવાર ન આપતા હાઇકોર્ટે રાજસ્થાન હોસ્પિટલ સામે કાર્યવાહીનો આદેશ આપ્યો

અમદાવાદ:હાઇકોર્ટે આદેશમાં ટીકા કરતા નોંધ્યું હતું કે, જો દર્દીને સમયસર ICUમાં લઇને વેન્ટિલેટર પર મુકવામાં આવતો તો એનો જીવ બચી ગયો હોત . કોરોનાના દર્દીને પહેલા દાખલ કરો અને પછી એડવાન્સ ફી વગેરેની પ્રક્રિયા કરો. હાઈકોર્ટે કહ્યું કે આવી બેજવાબદારી સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.