- અમદાવાદની પોળમાં ઉત્તરાયણની ઉજવણી
- રાજલ બરોટે કરી પોળમાં ઉજવણી
- નવા ગીતો સાથે કરી ઉજવણી
અમદાવાદઃ વર્ષોથી અમદાવાદની પોળમાં ઉત્તરાયણા પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીં લોકો ભાડેથી ધાબા લઈને ઉજવણી કરવા આવતા હોય છે, ત્યારે ગુજરાતી કલાકારો પણ ઐતિહાસિક પોળમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે પહોંચ્યા હતા. જાણીતા ગુજરાતી ગાયક રાજલ બારોટ પણ ઉત્તરાયણની ઉજવણી માટે અમદાવાદની પોળમાં આવ્યા હતા. જ્યાં તેમણે દર વર્ષની જેમ અલગ રીતે જ ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
કોરોનાને કારણે ઉજવણી ફિક્કી
દર વર્ષે એક જ ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે તથા લાઉડ સ્પીકર અને DJના તાલે ઝૂમીને લોકો પતંગ ઉડાવતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસની મહામારીને કારણે લોકો ભેગા થવા અને લાઉડ સ્પીકર રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી ગુજરાતી કલાકારોની ઉત્તરાયણના રંગમાં ભંગ પડ્યો હતો.