- લાંબા વિરામ બાદ અમદાવાદ શહેરમાં ફરી મેઘરાજાનું આગમન
- રાત્રે ઝાપટું વરસાદ આવ્યો
- લોકોને ગરમીથી રાહત,વાતાવરણમાં પ્રસરી ઠંડક
અમદાવાદ : લાંબા વિરામ બાદ અમદાવાદ શહેરમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે. શહેરના અનેક વિસ્તારમાં ઘણાં સમય બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. કાલુપુર, દિલ્હી ચકલા, શાહપુર, દરિયાપુર સહિતના પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સરખેજ, નરોડા પાટિયા સહિતના વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ પડતાંની સાથે જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેને લઇને શહેરીજનોને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે.
આ પણ વાંચો : Rainfall forecast: રાજ્યમાં 18-20 ઓગસ્ટ સુધી અનેક જિલ્લામાં સારા વરસાદની શકયતા
રાજ્યના વિવિધ પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા
મળતી જાણકારી પ્રમાણે, વડોદરા તથા અમદાવાદ સહિત રાજ્યના વિવિધ પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. તો અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. શહેરના બોડકદેવ, થલતેજ, સિંધુભવન રોડ, પાલડી, વાસણા, નવરંગપુરા, નારણપુરા સહિત ગોતા, ચાંદખેડા, ચાંદલોડિયામાં વરસાદી માહોલ જોવા મળતા લોકોને ભારે બફારામાંથી મુક્તિ મળી હતી.
આ પણ વાંચો : ભુજના ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં બરફના શિવલિંગે જમાવ્યું આકર્ષણ
17 અને 18 ઓગસ્ટથી ગુજરાત તથા રાજસ્થાનમાં વરસાદની સંભાવના
ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ મેઘરાજા રિસાયા હોય એમ લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનાના 16 દિવસ વીત્યા હોવા છતાં હજુ સુધી સારો વરસાદ પડ્યો નથી, જેને લઈને ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા છે. બીજી બાજુ, ઉત્તર ભારતમાં ભારે વરસાદથી ગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જોકે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થઈ રહ્યું હોવાની આગાહી કરાઈ છે. એ મુજબ 17 અને 18 ઓગસ્ટથી ગુજરાત તથા રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે.