ETV Bharat / city

Rain Forecast: ગુજરાતમાં 10 જુલાઈથી વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ - ગુજરાત હવામાન વિભાગ

ગુજરાત માટે આનંદના સમાચાર છે. આગામી 10 જુલાઈ એટલે કે આવતીકાલથી વરસાદ આવવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જગતનો તાત વરસાદના સમાચાર સાંભળીને ખુશ થઈ જશે.

Rain Forecast
Rain Forecast
author img

By

Published : Jul 9, 2021, 9:10 PM IST

  • ગુજરાત માટે આનંદના સમાચાર
  • 10 જુલાઈથી વરસાદની હેલી
  • દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ

અમદાવાદ: ગુજરાતમાં પ્રથમ વરસાદના 25 દિવસના વિરામ બાદ વરસાદી સીસ્ટમ સક્રિય થઈ છે, હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થયું છે, સેટેલાઈટ ઈમેજ પર સ્પષ્ટ થાય છે કે, વરસાદી સીસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે. 10 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે અને ત્યાર પછીના દિવસોમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે.

આ પણ વાંચો: Gujarat Rain Update: 171 તાલુકાઓમાં વરસાદનું આગમન, રાજ્યભરમાં કુલ 5.94 ટકા વરસાદ નોંધાયો

12 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 10 જુલાઈએ દક્ષિણ ગુજરાતથી વરસાદ પ્રવેશ કરશે અને 11 જુલાઈએ વલસાડ, તાપી, નવસારી, મહિસાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદ પડશે. તેમજ 12 જુલાઈએ મોટાભાગે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થઈ ચુક્યું હશે. આમ 15 જુલાઈ સુધી વરસાદ આવવાની શકયતાઓ છે.

આ પણ વાંચો: Rain Forecast: ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી જશે, 11-12 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

તાપ અને બફારામાંથી છૂટકારો મળશે

હાલ ગુજરાતમાં છેલ્લા પંદર દિવસથી ભારે તાપ અને બફારાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તાપમાનનો પારો 37 ડિગ્રી પર નીકળી ગયો હતો. પણ હવે જગતનો તાત વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો છે. કારણ કે, વાવેતર કર્યા પછી વરસાદે લાંબો વિરામ લીધો છે, જો વરસાદ ખેંચાય તો વાવેતર બળી જાય તેમ છે. પણ હવે 10 જુલાઈથી વરસાદની હેલી થવાની છે અને તે સમાચાર સાંભળીને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.