- અમદાવાદ મંડળ પર રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવ ઘટ્યા
- કોરોનાની બીજી લહેરમાં 50 રૂપિયાની પ્લેટફોર્મ ટિકિટ કરાઈ હતી
- આજથી પૂર્વવત કરાયા ટિકિટના ભાવ
અમદાવાદ: ડિવિઝનલ રેલ મેનેજર તરુણ જૈનના જણાવ્યા અનુસાર, કોરોનાના સમયગાળા દરમિયાન રેલવે સ્ટેશનો પર મુસાફરોના બિનજરૂરી ધસારાને નિયંત્રણમાં લેવાને કારણે અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામખિયાળી, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, રાણીપ અને સાબરમતી, સાબરમતી રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ (Railway platform ticket)ના દર રૂ. 50 કરવામાં આવ્યો હતો. જેને આજથી ફરી 10 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ રીતે અમદાવાદ મંડળના તમામ નાના-મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ (Ahmedabad Railway platform ticket) 10 રૂપિયા કરવામાં આવ્યો છે.
રેગ્યુલર ટ્રેનો થઈ ચૂકી છે શરૂ
પશ્ચિમ રેલવેમાં કોરોના બાદ રેગ્યુલર ટ્રેન સેવાઓ શરૂ થઈ ચૂકી છે. જેમાં અમદાવાદથી આશરે 78 જેટલી ટ્રેન ઉપડે છે. અમદાવાદ મંડળના તમામ નાના-મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કુલ રૂપિયા 5 લાખથી વધુની નકલી નોટ બેન્કમાં જમા કરાતા નોંધાઈ ફરિયાદ
આ પણ વાંચો: અમદાવાદના શૈવલ દેસાઈએ પોતાના શ્વાનના મૃત્યુ બાદ ખોલી ભારતની પ્રથમ વેટરનરી વેન્ટિલેટર હોસ્પિટલ