અમદાવાદ ગુજરાતની પ્રથમ અને સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં યુવા સંવાદ કાર્યક્રમમાં દેશના રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ( Railway Minister Ashwini Vaishnav in GU ) ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, ગુજરાત યુનિવર્સિટી કુલપતિ હિમાંશુ પંડ્યાએ હાજરી આપી હતી. જેમાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ( Railway Minister Ashwini Vaishnav in Gujarat ) વિદ્યાર્થી સાથે સંવાદ કરી વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
કૉંગ્રેસે વિકાસ અટકાવ્યો હતો રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી (Statement by Home Minister Harsh Sanghvi )એ જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષમાં વિકાસ પુર ઝડપે આગળ વધી રહ્યો છે. 2014 પહેલા કૉંગ્રેસ સરકારે નર્મદા, રેલવે કામ મંજૂરી આપવામાં આવતી નહોતી પણ આજ ડબલ એન્જીનની સરકાર દ્વારા આજ મજૂરી માંગવામાં આવે તો 24 કલાકમાં મંજૂરી મળી જાય છે. આજ દેશમાં ટ્રેન બનવા લાગી છે. જેના કારણે કૉંગ્રેસને પેટમાં દુઃખી રહ્યું છે.
પથ્થર મારનાર પર માનવ અધિકાર નહીં નવરાત્રીમાં અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો કરવામાં આવ્યો તેના પર ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી (Statement by Home Minister Harsh Sanghvi ) એ પ્રહાર કરતા જણાવ્યું હતું કે નવરાત્રીમાં ગરબા રમનારા પર પથ્થર મારવામાં આવ્યા હતા.નાના બાળકો, મહિલાઓ જેના માથા પર પથ્થર વાગ્યા છે. શું આપણા ગામની શેરીમાં ગરબા રમવાનો અધિકાર નથી. કોઈને ગરબા ન ગમે તો તેમને પથ્થર મારવાનો પણ અધિકાર નથી. જયારે તેમની પર પોલીસ કાર્યવાહી કરવામાં આવે તો કેમ તેમની માટે માનવ અધિકારની વાત કરવામાં આવે છે.
ગુજરાતમાં 5 રેલવે સ્ટેશન બનશે રેલવે વિભાગ દ્વારા 199 જેટલા રેલવે સ્ટેશન બનવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાતના ભુજ, સોમનાથ, અમદાવાદ, ઉધના, સુરત રેલવે સ્ટેશન બનવામાં આવશે. આગામી 50 વર્ષના ટ્રાફિકને ધ્યાનમાં રાખી આ રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યા છે. આ તમામ રેલવે સ્ટેશન પર સોલર રુફટોપ લગાવવામાં આવશે. જેથી ઉર્જા બચત કરી શકાય.
2019માં પ્રથમ વંદેભારત આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ કલાસ ટ્રેન બનાવવાની વાત કરવામાં કરી હતી. ત્યારે 2017માં તેની ડિઝાઇન તૈયાર કર્યા બાદ 2019માં 2 ટ્રેન તૈયાર કરવામાં આવી હતી. જે અત્યાર સુધી 18 લાખ કિમી ચાલી છે. આ સફળતા મળ્યા બાદ ગાંધીનગર- મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવી છે. આ વંદે ભારત માત્ર 52 સેકેન્ડમાં જ 100 કિમિ સ્પીડ પકડે છે. જ્યારે બુલેટ ટ્રેનને 100 કિમી સ્પીડ પકડતા 55 સેકેન્ડ લાગે છે. 2025 સુધીમાં 220ની ઝડપે ચાલનારી ટ્રેન દેશમાં દોડતી જોવા મળશે.
5G સેક્શન લેબ ગુજરાતમાં દેશમાં વડાપ્રધાન દ્વારા 5G સેવા લોન્ચ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવેલ રેલવે પ્રધાન દ્વારા ગુજરાત યુનિવર્સિટીને દેશની પ્રથમ 5G સેક્શન લેબ ( First 5G section lab in Gujarat University ) ભેટ આપવામાં આવી છે. જે આગામી 24 કલાકમાં એપ્રુવલ મળી જશે. 2 મહિનામાં આ લેબ શરૂ કરી દેવામાં આવશેે. આ લેબ શરૂ થવાની સાથે હાલમાં 450 જેટલા સ્ટાર્ટઅપ કાર્યરત છે. તેની જગ્યા હવે આગામી સમયમાં 1000 જેટલા સ્ટાર્ટઅપ શરૂ કરી શકાશે.