ETV Bharat / city

ખાદ્યતેલોમાં ભાવ વધારાની બૂમ વિધાનસભા સુધી પહોંચી - Gujarat Assembly increase in edible oil prices

કોરોના કાળમાં લોકો બેરોજગાર થયા છે, તેમાં મોંઘવારી પણ ઘણી વધી છે. લોકોને બેરોજગારીમાં મોંઘવારીનો માર સહન કરવો પડે છે. ત્યારે ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસું સત્ર દરમિયાન તેલના ભાવમાં વધારા અંગે સરકારને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.

Gujarat Assembly increase in edible oil prices

author img

By

Published : Sep 27, 2021, 6:27 PM IST

Updated : Sep 27, 2021, 8:08 PM IST

  • રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં ભડકો
  • વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રમાં તેલના ભાવ અંગે પુછાયો પ્રશ્ન
  • અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ભાવ વધારાનો કર્યો એકરાર

અમદાવાદ : રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે. ઈંધણ તેલના ભાવમાં વધારા બાદ પ્રજા હવે ખાદ્ય તેલના ભાવ વધારાની સામે પણ ઝઝૂમી રહી છે. આજે સોમવારે ખાધતેલના ભાવ વધારાનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ઉઠ્યો થયો હતો. ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસું સત્ર દરમિયાન, પ્રથમ દિવસે પાવીજેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાએ છેલ્લા એક વર્ષમાં સીંગતેલ, કપાસિયા અને પામોલિન તેલમાં ભાવ વધારા વિશે પ્રશ્ન પૂછ્યો હતો.

વર્તમાનમાં સીંગતેલ અને કપાસિયા તેલ 150 રૂપિયે લીટર

ધારાસભ્યના પ્રશ્નના લેખિત જવાબમાં પુરવઠા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર 2020 થી 31 ઓગસ્ટ 2021 દરમિયાન સીંગતેલ, કપાસિયા તેલ અને પામોલિન તેલમાં કિલોએ અનુક્રમે 18, 32 અને 19 રૂપિયાનો કુલ વધારો થયો છે. 15 કિલોના ડબ્બામાં અનુક્રમે 251, 462 અને 286 રૂપિયાનો ભાવ વધારો થયો છે. જો કે સપ્ટેમ્બર 2021માં આ ભાવમાં હજુ પણ વધારો નોંધાયો છે.

કાચમાલ અને મજૂરોની અછત

અન્ન અને પુરવઠા વિભાગે ભાવ વધારા પાછળ કારણ આપતા જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના કપરા સમયમાં ખાદ્યતેલના કાચા માલની અછત, મજૂરોની સમસ્યા, પરિવહનની મુશ્કેલી ઉપરાંત આંતરાષ્ટ્રીય બજારમાં ખાદ્ય તેલ અને તેલીબિયાંના ભાવમાં થતી વધઘટને કારણે ભાવ વધારો થાય છે.

સતત 3 દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવામાં વધારો

દેશમાં ફરી એકવાર ડીઝલના ભાવ વધવા લાગ્યા છે. સોમવાર, 27 સપ્ટેમ્બર, 2021, છેલ્લા ચાર દિવસમાં ત્રીજો દિવસ છે, જ્યારે ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર ડીઝલમાં 25 થી 27 પૈસાનો વધારો કર્યો છે, ત્યારબાદ દિલ્હીમાં ડીઝલ 89.07 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 89.32 રૂપિયા પ્રતિ લીટર થયું છે. આ પહેલા રવિવારે પણ ડીઝલ એટલું જ મોંઘુ થઈ ગયું હતું. તે જ સમયે, શુક્રવારે પણ બળતણના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. મહેરબાની કરીને નોંધ કરો કે પેટ્રોલની કિંમત હજુ પણ સ્થિર છે. દિલ્હીમાં ડીઝલની કિંમત 101.19 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે. મુંબઈમાં ડીઝલની કિંમત 96.68 થી વધીને 96.94 થઈ ગઈ છે. અહીં પેટ્રોલ 107.26 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

આ પણ વાંચો :વિધાનસભાના ચોમાસુ સત્ર અગાઉ ભાજપના ધારાસભ્યદળની યોજાઈ બેઠક

દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલના ભાવ

શહેરપેટ્રોલ(₹)ડીઝલ (₹)
દિલ્હી₹101.19₹88.82
મુંબઈ₹107.26₹96.41
કોલકત્તા₹101.62₹92.42
ચેન્નેઈ₹ 98.96₹93.93
બેગ્લુરુ₹104.70₹94.80
ભોપાલ₹113.86₹98.19
લખનઉ₹ 98.30₹ 89.73
પટના₹107.68₹95.40
ચંદિગઢ₹97.40₹89.06

આ પણ વાચો:

Last Updated : Sep 27, 2021, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.