અમદાવાદઃ પીએસઆઈની સીધી ભરતીને લઈને વિવાદ ચાલી રહ્યો છે.પીએસઆઇ ભરતી વિવાદ (PSI Recruitment Dispute Case) હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેને લઇને હાઈકોર્ટમાં (Gujarat High Court Hearing) આજે વિવિધ અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે રાજ્ય સરકારે અને અરજદારોએ બન્નેએ પોતાનો જુદો પક્ષ રજૂ કર્યો હતો. જોકે આ મામલે હાઇકોર્ટે અરજદારોને કોઈ પણ રાહત ન આપતા વધુ સુનાવણી આવતા 6 જૂને હાથ ધરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો- પીએસઆઇની પ્રિલીમ પરીક્ષાનાં પરિણામના જાહેર બાદ 100 જેટલા ઉમેદવારો દ્વારા હાઇકોર્ટમાં વિવિધ મુદ્દે અરજી કરવામાં આવી હતી. જેમાં તે લોકોની મુખ્ય માંગ હતી કે ભરતી પ્રક્રિયા યોગ્ય રીતે નિયમ મુજબ હાથ ધરવામાં આવી નથી તેમજ એક્સ આર્મી મેનને પણ આ ભરતીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે જેને લઇને અલગ-અલગ વિષયને લગતી (PSI Recruitment Dispute Case)અરજી હાઈકોર્ટમાં (Gujarat High Court Hearing) કરવામાં આવી છે.
આ પણ વાંચો - શું હવે PSIની ભરતી પ્રક્રિયામાં પણ ગોટાળો....!
અરજદારોની શી છે રજૂઆત- પીએસઆઇના ભરતીના વિવાદમાં આ કેસમાં સુનાવણી દરમિયાન અરજદારના વકીલની રજૂઆત હતી કે, પ્રિલિમ પરીક્ષા સ્ક્રીનીંગ ટેસ્ટ છે અને તેના પરિણામમાં ઓપન કેટેગરીની યાદીમાં અનામત વર્ગના ઉમેદવારોનો સમાવેશ કરી શકાય (PSI Recruitment Dispute Case)નહીં. કારણ કે સામાન્ય રીતે મુખ્ય પરીક્ષાના પરિણામ બાદ જ ઓપન કેટેગરીના મેરીટમાં અનામત વર્ગના ઉમેદવારનો સમાવેશ (Inclusion of reserved class candidate in open category merit)કરવામાં આવતો હોય છે. પરંતુ ઓથોરિટીએ અને ભરતી બોર્ડ એપ્રિલ પરીક્ષામાં તેનો અમલ કર્યો છે જે બિલકુલ અયોગ્ય છે. તેથી પ્રિલીમ પરીક્ષામાં પરિણામનું મેરીટ લીસ્ટ રદ કરવામાં આવે. આ ઉપરાંત એક્સ આર્મી મેન માટે પણ જે મુદ્દો અમલ નથી કરાયો તે પણ મુદ્દે અમલ કરવામાં આવે. આ તમામ અરજદારોને મુખ્ય પરીક્ષા માટેના એડમિટ કાર્ડ પણ ડાઉનલોડ કરવાની મંજૂરી આપવામાં આવે એવી અરજદારના વકીલની રજૂઆત હતી.
આ પણ વાંચો - Hearing in Gujarat High Court : PSI ભરતી મુદ્દે હાઇકોર્ટે ભરતી બોર્ડ અને સરકારને કેમ અર્જન્ટ નોટિસ ફટકારી?
સરકારે શું કહ્યું -જેની સામે રાજ્ય સરકારે આજે જવાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે, અરજદારો દ્વારા જે માંગ કરવામાં આવી છે કે ઓપન કેટેગરીમાં મેરીટ લિસ્ટમાં અનામત વર્ગના ઉમેદવારોને હટાવી દેવામાં આવે. જો એવું કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટના ચુકાદાથી વિપરીત થશે. આ ઉપરાંત સમગ્ર પરીક્ષાને પણ (PSI Recruitment Dispute Case)રદ કરવી પડે માટે ભરતી બોર્ડ દ્વારા જે પણ પ્રક્રિયા કરી છે યોગ્ય છે અને નિયમ મુજબ દરેક વર્ગમાં તેની બેઠકો નામ ત્રણ ગણા ઉમેદવારોને પણ મુખ્ય પરીક્ષા માટે બોલાવેલા છે.
કોર્ટે કર્યો સવાલ - જોકે આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે (Gujarat High Court Hearing) રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, મુખ્ય પરીક્ષા આજે લેવાનાર છે તે માટે અરજદારો 6 જૂને એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવાની મંજૂરી આપી શકાય કે નહીં? જેના આ જવાબમાં રાજય સરકારે કહ્યું હતું કે ઓપન કેટેગરી મેરીટ લિસ્ટ છે (PSI Recruitment Dispute Case) દરેક માટે ઉપલબ્ધ છે જેમાં ઓબીસી એસટી એસસી ઉમેદવારોનો સમાવેશ થઇ શકે છે. સમગ્ર સુનાવણી બાદ હાઇકોર્ટે અરજદારોને કોઇ રાહત આપી નથી અને આ અંગેની વધુ સુનાવણી 6 જૂને રાખી છે. એ મહત્વનું છે કે પીએસઆઇની મુખ્ય પરીક્ષા 12 જૂને લેવાનાર છે ત્યાં સુધીમાં કોઈ નિર્ણય આવે છે કે નહીં તે જોવું રહ્યું.