ETV Bharat / city

NSUI દ્વારા યુનિવર્સિટીની પરીક્ષાઓને લઈ વિરોધ, વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માગ - NSUI

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સહિતની યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને એનએસયુઆઇ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

NSUI દ્વારા યુનિવર્સિટીની પરીક્ષાઓને લઈને વિરોધ

author img

By

Published : Jul 1, 2020, 1:30 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ-વડોદરા, સૂરત, ભાવનગર અને રાજકોટ સહિતના શહેરોમાં સમરસ હોસ્ટેલને કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવ્યાં છે. આ સમરસ હોસ્ટેલમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હોય છે, ત્યારે જો પરીક્ષાઓ લેવામાં આવે તો અત્યારે વિદ્યાર્થીઓ અહીં રહીને અભ્યાસ કરી શકશે નહીં.

NSUI દ્વારા યુનિવર્સિટીની પરીક્ષાઓને લઈને વિરોધ

બીજી તરફ અમદાવાદ કોરોના વાઇરસનું હબ બન્યું છે, ત્યારે અમદાવાદમાં પરીક્ષાઓ યોજી ન શકાય તેવી માગ એનએસયુઆઈએ કરી હતી. જેથી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઇએ, તેવી માગ એનએસયુઆઇ દ્વારા કરવામાં આવી છે. કારણ કે સમગ્ર દેશમાં ઘણી યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. જેમાં આઈ.આઈ.ટી મુંબઇ, કાનપુર ખડકપુર જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓઓનો સમાવેશ થાય છે.

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યને ધ્યાનમાં લઈને ગુજરાતની તમામ યુનિવર્સિટીઓની સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે તેવી માગ NSUIએ કરી છે. તેમજ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાને લઇને જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જેમાં પણ ખામી છે, તેવું એનએસયુઆઇએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.