- 5 IASને અપાઈ બઢતી
- સચિવ પદેથી અધિક સચિવ પદ પર બઢતી આપવામાં આવી
- અન્ય 18 અધિકારીઓને પણ સ્કેલ પ્રમોટ કરાયા
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા શનિવારે 1996ની બેચના 5 ISI અધિકારીને સચિવ પદેથી અગ્રસચિવ પદે બઢતી આપવામાં આવી છે. જ્યારે 2008ની બેચના દસ સનદી અધિકારીઓને સિલેક્શન ગ્રેડમાં તો 2017ની બેચના 8 અધિકારીઓને સિનિયર ટાઇમ સ્કેલમાં પ્રમોટ કરવામાં આવ્યાં છે.
અમદાવાદના હાલના મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારને બઢતી
મહત્વનું છે કે, અગ્ર સચિવ તરીકે નીમાયેલા અધિકારીઓમાં જો વાત કરીએ તો જાપાનમાં આવેલાં ભારતીય દૂતાવાસમાં આર્થિક અને વ્યાપારી બાબતોના મંત્રી મોના ખંધાર, આઈએમએફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના સલાહકાર ટી નટરાજન, વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના વરિષ્ઠ સલાહકાર રાજીવ ટોપનો, પ્રવાસન વિભાગના સચિવ મમતા વર્મા તથા અમદાવાદના હાલના મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારનો સમાવેશ થાય છે.