- ધોલેરામાં સ્થાપાશે ESIC હોસ્પિટલ
- 200 પથારી હોસ્પિટલ બંધાશે
- ધોલેરા સરમાં કામ કરતાં કર્મચારીઓને સારવાર મળી રહેશે
અમદાવાદ- ધોલેરા સરના 4500થી વધુ કામદારોને માટે કામદારોને ઉચ્ચ સ્તરની સારવાર મળી રહે તે હેતુથી શ્રમ અને રોજગાર મંત્રાલયને હૉસ્પિટલ સ્થાપવા વિનંતિ કરવામાં આવી હતી, હવે પછી સ્થપાનારા કનેક્ટિવિટી પ્રોજેકટસને કારણે તથા નવા ઔદ્યોગિક પ્રોજેકટસનો પ્રારંભ થતાં શ્રમીકોની સંખ્યામાં વધારો થશે અને આ પ્રદેશમાં વિકાસનાં દ્વાર ખુલશે. હાલમાં નજીક આવેલાં શહેરોમાં ભાવનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે, જે અનુક્રમે 65 કિ.મી. અને 110 કિ.મી. દૂર આવેલાં છે.
920 ચો.કિમીના એરિયાને પંસદ કરી દેવાયો છે
મંત્રાલયે વિનંતી સ્વીકારીને ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડિવલપમેન્ટ લિમિટેડે (DIDCL) રજુ કરેલી ESIC સ્થાપવાની દરખાસ્ત સ્વીકારી છે, કારણ કે ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયને અંદાજે 200 પથારીની હૉસ્પિટલ સ્થાપી શકાય તેવી જગા નક્કી કરી દીધી છે. હાલમાં 920 ચો.કિ.મીના એકટીવેશન એરીયામાંથી પ્રથમ તબક્કામાં 22.54 ચો.કિ.મી જમીન વિકસાવાઈ રહી છે, કારણ કે એકટીવેશન વિસ્તારમાં, ધોલેરામાં હાલમાં ચાલી રહેલી બાંધકામ પ્રવૃત્તિને કારણે કુશળ અને બીનકુશળ કામદારો સ્થળાંતર કરીને આવી રહયા છે.
આ વિસ્તારના વિકાસને વેગ મળશેઃ હરિત શુકલ
ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડિવલપમેન્ટ લિમિટેડે (DIDCL)ના મેનેજીંગ ડિરેકટર, આઈએએસ હરિત શુકલ જણાવે છે કે "અમને એ જાહેર કરતાં આનંદ થાય છે કે મંત્રાલયે અમારી દરખાસ્ત સ્વીકારી છે અને ધોલેરા સર ESIC હૉસ્પિટલ સ્થાપવા માટે સ્ટેટ ESIC સાથે સંવાદ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. આનાથી કામદારોને ઘણો લાભ થશે અને આ વિસ્તારને વિકાસને ભારે વેગ પ્રાપ્ત થશે. આ આરોગ્ય સુવિધા મારફતે હાલના કર્મચારીઓ અને કામદારોને તો સુવિધા પ્રાપ્ત થશે જ પણ સાથે સાથે હાલની તથા ભવિષ્યની સૂચિત વિકાસ યોજનાઓને પણ લાભ મળશે." ESIC તરફથી આ બાબત તપાસીને ધોલેરામાં ESIC હૉસ્પિટલ સ્થાપવા માટેનો શકયતાદર્શી અહેવાલ મેળવ્યો છે, કારણ કે ESIC હૉસ્પિટલ સ્થાપવા માટેનો વીમો લીધેલી વ્યક્તિઓની જરૂરિયાત પૂર્ણ કરે છે.
ધોલેરા સુધી અનેક કનેક્ટિવિટી પુરી પાડવાનું આયોજન
ધોલેરા એ સામાજીક અને નાગરિક સુવિધાઓની પૂરતી જોગવાઈ ધરાવતી ઔદ્યોગિક વિકાસ માટેની એક ગ્રીનફિલ્ડ સાઈટ છે, વધુમાં અમદાવાદથી ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન (DSIR)માં અપાર કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC), ગેટવે સી પોર્ટસ, માલ-સામાનની હેરફેર માટે ડેડિકેટેડ રેલવે લાઈન અને માસ રેપીડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (MRTS)નુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચોઃ ધોલેરામાં ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનશે, ફેઝ-1નું ટેન્ડર જાહેર કરાયું
આ પણ વાંચોઃ ધોલેરા તાલુકાના મહાદેવપુરા ગામે છેલ્લા 25 વર્ષથી પીવાના પાણીનો કકળાટ