- 18થી વધુની ઉંમરના નાગરિકોને ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન બાદ વેક્સિન અપાશે
- આ પહેલા ગુરુવારથી GMDC ખાતે પેઈડ ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન માટે એક ખાનગી હોસ્પિટલને મંજૂરી અપાઈ હતી
- સામૂહિક રસીકરણથી આપણે હાર્ડ ઈમ્યુનિટીમાં સુધારો કરી શકીએ : ડૉક્ટર
અમદાવાદ : GMDC ખાતે અમદાવાદ મહાનગર પાલિકા અને ખાનગી હોસ્પિટલ સંયુક્તપણે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) હેઠળ વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. GMDC ગ્રાઉન્ડ ખાતેના ખાનગી હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે, અમે દરરોજ 1 હજાર લોકોને કોવિશિલ્ડ રસી આપીશું. જેના દરેક લાભાર્થી દીઠ 1000 રૂપિયા ચૂકવવાના થશે.સામૂહિક રસીકરણથી આપણે હાર્ડ ઈમ્યુનિટીમાં સુધારો કરી શકીએ છીએ.
આ પણ વાંચો : Vaccination: GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો પ્રારંભ
એપોલો હોસ્પિટલ દ્વારા કોરોના વેક્સિનેશન ચાર્જેબલ બેઝીઝ પર શરૂ કરાયું
વેક્સિન લેવા માગતા લોકોને ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ એક હજાર રૂપિયાના ચાર્જ સાથે વેક્સિન આપવામાં આવી રહી છે. જોકે આ ચાર્જેબલ વેક્સિનેશન સંદર્ભે રાજ્ય સરકાર સાથેની ચર્ચા મુદ્દે માહિતી ન હોવાનું નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાલ રાજ્ય સરકાર વેક્સિન પર ધ્યાન આપે છે. આ નિર્ણય કોર્પોરેશનનો સ્વાયત નિર્ણય હોઈ શકે છે. જોકે આ મુદ્દે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના અમોધ શસ્ત્ર એવા કોરોના રસીકરણનો વ્યાપ વધારવા ભારત સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને પણ ચાર્જેબલ બેઝીઝ ઉપર રસીકરણની છૂટ અપાઇ છે. તદ્દાનુસાર અમદાવાદ મહાનગરમાં એપોલો હોસ્પિટલ દ્વારા કોરોના વેક્સિનેશન ચાર્જેબલ બેઝીઝ પર શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Gujarat Vaccination Update : એપોલો હોસ્પિટલ દ્વારા આજથી વેક્સિનેશન ડ્રાઇવ થ્રુ શરૂ
રાજ્યમાં 10 લાખ 50 હજારથી વધુ 18થી 44ની વય જૂથના લોકોને વેક્સિન અપાઇ ગઇ છે
આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં 7 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ગાંધીનગર તેમજ મહેસાણા, કચ્છ અને ભરૂચ એમ 10 સ્થળોએ તા.1 મે 2021થી 18થી 44 વય જૂથના લોકોને સરકારી રસીકરણ કેન્દ્ર પરથી વિનામૂલ્યે વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 10 લાખ 50 હજારથી વધુ 18થી 44ની વય જૂથના લોકોને વેક્સિન અપાઇ ગઇ છે.
આ પણ વાંચો : કચ્છ જિલ્લામાં વેક્સિનના 27,230 માંથી 23,601 વાયલનો થયો ઉપયોગ, 3,629 વાયલ બરબાદ થયા
દરરોજ 1.20 લાખ યુવાઓનું વેક્સિનેશન કરવાની શરૂઆત આરોગ્ય વિભાગે કરી
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, એટલું જ નહિ, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના માર્ગદર્શન અને દિશાનિર્દેશ મુજબ રાજ્યના વધુ યુવાઓને રસીકરણ અંતર્ગત આવરી લેવાની પ્રતિબદ્ધતા સાથે તા. 24 મેથી 31 મે દરમિયાન એક સપ્તાહ સુધી દરરોજ 1.20 લાખ યુવાઓનું વેક્સિનેશન કરવાની શરૂઆત પણ આરોગ્ય વિભાગે કરી દીધી છે. તેમણે સ્પષ્ટપણે ઉમેર્યુ છે કે, રાજ્ય સરકાર દ્વારા 18થી 44ની વયજૂથના લોકોને સરકારી રસીકરણ કેન્દ્રો પરથી આપવામાં આવતી વિનામૂલ્યે રસી ઉપરાંત આ વધારાની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. આવી ખાનગી હોસ્પિટલો પોતાની જરૂરિયાત મુજબનો વેક્સિન જથ્થો દેશના વેક્સિન ઉત્પાદકો પાસેથી સીધો મેળવીને આ વેક્સિનેશન કામગીરી કરે છે. આરોગ્ય અગ્ર સચિવે વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ દ્વારા ચાર્જેબલ બેઝીઝ પર શરૂ કરાયેલું વેક્સિનેશન એવા સંપન્ન લોકો-પરિવારો જેમને આ ફી પરવડી શકે તેમ છે તેમજ જેઓ વેક્સિન તાત્કાલિક લેવા માગે છે. તેમના માટે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ઊભી કરાયેલી વધારાની વ્યવસ્થાના ભાગરૂપે છે.