- 12 માર્ચે વડાપ્રધાન મોદી અમદાવાદના ગાંધીઆશ્રમની મુલાકાતે
- સવારે 10:05 કલાકે પહોંચશે અમદાવાદ
- 10:30 કલાકે વડાપ્રધાન સાબરમતી આશ્રમ પહોંચશે
અમદાવાદ: વિશ્વ પ્રસિદ્ધ દાંડી માર્ચના 91 વર્ષ અને આઝાદીના 75મા વર્ષને કેન્દ્ર સરકારે 'અમૃત મહોત્સવ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ત્યારે 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાતે આવશે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની અમદાવાદની મુલાકાત પૂર્વે રિવરફ્રન્ટના માર્ગો પર રંગરોગાન શરૂ
વડાપ્રધાન લેશે અમદાવાદની મુલાકાત
આ કાર્યક્રમ માટે વડાપ્રધાન સવારે 8:30 કલાકે દિલ્હી એરપોર્ટથી અમદાવાદ આવવા રવાના થશે. 10:05 કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી 10:30 કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટથી ગાંધીઆશ્રમ પહોંચશે. ગાંધી આશ્રમમાં સવારે 10:30 થી બપોરના 12:15 કલાક સુધી તેઓ 'અમૃત મહોત્સવ' માણશે. ત્યાર બાદ વડાપ્રધાને અડધો કલાકનો સમય રીઝર્વ રાખ્યો છે. શક્યતા સેવાઇ રહી છે કે, વડાપ્રધાન વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ 'નરેન્દ્ર મોદી'માં ક્રિકેટરો સાથે મુલાકાત કરે.
આ પણ વાંચો: ગાંધી જયંતી નિમિત્તે મોદી લેશે અમદાવાદની મુલાકાત, GMDC ગરબામાં પણ લેશે ભાગ...