ETV Bharat / city

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે ફરીથી ગુજરાત આવશે, દાંડીયાત્રાની 91મી વર્ષગાંઠે 21 દિવસીય દાંડીયાત્રાનો કરાવશે પ્રારંભ - સાબરમતી

સ્વતંત્રતા પર્વના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ ફરીથી અમદાવાદના મહેમાન બનશે. જેમાં PM મોદી અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી ઐતિહાસિક દાંડીયાત્રાના 91 વર્ષ પૂર્ણ થવા બદલ 21 દિવસીય દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે ફરીથી ગુજરાત આવશે

author img

By

Published : Mar 6, 2021, 4:51 PM IST

Updated : Mar 6, 2021, 5:05 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે ફરીથી અમદાવાદના પ્રવાસે
  • 21 દિવસીય દાંડીયાત્રાનો PM મોદી કરાવશે પ્રારંભ
  • રાજનાથ સિંહ, સ્મૃતી ઈરાની, ડૉ.હર્ષવર્ધન, CM રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન રહેશે હાજર
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે ફરીથી ગુજરાત આવશે

અમદાવાદ: અંગ્રેજો દ્વારા મીઠા ઉપર લગાડવામાં આવેલા કરના વિરોધને લઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી કૂચનો પ્રારંભ કર્યો હતો. આ યાત્રાએ ખૂબ મોટું અને વિશાળ રૂપ ધારણ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાયા હતા અને લોકો આઝાદીને લઈને જાગૃત થયા હતા. આ સાથે લોકોને સત્યાગ્રહની જે તાકાત હતી, તે પણ જોવા મળી હતી. હાલ દાંડીયાત્રાના દિવસે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા અવારનવારા વિવિધ રીતે દાંડીયાત્રા યોજાય છે, પરંતુ આઝાદીના 75 વર્ષની દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીજીની દ્વારા કરવામાં આવેલી ઐતિહાસિક દાંડીયાત્રાને પણ 21 દિવસ સુધી ચલાવવામાં આવે તે માટે સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

PM મોદી કરાવશે પ્રારંભ

ગાંધીજીએ કાઢેલી દાંડીયાત્રાને ફરીથી નવા સ્વરૂપે કાઢવાની તૈયારી થઈ ચૂકી છે. દાંડીયાત્રાને ખૂદ વડાપ્રધાન મોદી પ્રસ્થાન કરાવશે. જેના લીધે વડાપ્રધાન 12 માર્ચના રોજ એક દિવસીય અમદાવાદની મુલાકાતે આવશે સાબરમતી આશ્રમ ખાતેથી દાંડી સુધીની યાત્રાનું પ્રસ્થાન કરાવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સાબરમતી આશ્રમમાં વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ છે. જેને લઇને 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1,000 કરોડના વધારાના ખર્ચ માટે લીલીઝંડી પણ આપી શકે છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવદિવાળીએ ગુજરાતની મુલાકાતે આવશે

Last Updated : Mar 6, 2021, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.