ETV Bharat / city

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે આવેલા કોરોના વેકસીન નિર્માતા ઝાયડસ બાયોટેકના પ્લાન્ટની મુલાકાત લીધી - કોરોનાની રસી

ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ શિયાળીની શરૂઆત અને દિવાળી બાદ સતત વધી રહ્યું છે. જો કે, ભારતના મોટા રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોમાં કોરોના સંક્રમણની ભારે અસર જોવા મળી રહી છે. મોટા પાયે લોકોના મૃત્યુ થઈ રહ્યા રહ્યા છે. શહેરના રસ્તાઓ ઉપર દિવસ-રાત એમ્બ્યુલન્સ દોડી રહી છે. આવા સમયે કોરોનાની રસી જ એકમાત્ર આશાનું કિરણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે આવેલ કોરોના વેકસીન નિર્માતા ઝાયડસ બાયોટેકના પ્લાન્ટની મુલાકાત લીધી
પીએમ મોદીએ ઝાયડસ બાયોટેકના પ્લાન્ટની મુલાકાત લીધી
author img

By

Published : Nov 28, 2020, 5:04 PM IST

  • પીએમ મોદીએ કોરોનાની રસીની તૈયારીને લઈને અમદાવાદના ઝાયડ્સ બાયોટેક પ્લાન્ટની મુલાકાત લીધી
  • 1 કલાક જેટલો સમય તેઓ પ્લાન્ટમાં રોકાયા
  • અમદાવાદથી ભારતીય વાયુદળના પ્લેન મારફતે હૈદરાબાદના ભારત બાયોટેકની મુલાકાતે જવા રવાના
  • ભારતના મોટા શહેરો કોરોનાગ્રસ્ત
  • સમગ્ર વિશ્વમાં કોરોનાની રસીનું થઈ રહ્યું છે પરીક્ષણ

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં 150 કરતા વધુ સંસ્થાઓ કોરોના વાઇરસની રસીનું નિર્માણ અને પરીક્ષણ કરી રહી છે. અમેરિકાની ફાઇઝર કંપની હોય કે મોડર્ન કંપની હોય કે પછી બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી હોય તમામના વૈજ્ઞાનિકો રસીના પરીક્ષણમાં વ્યસ્ત છે. રશિયાની સ્પુટનિક-5 ઉપરાંત ચીને પણ પોતાની રસી લોન્ચ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે આવેલ કોરોના વેકસીન નિર્માતા ઝાયડસ બાયોટેકના પ્લાન્ટની મુલાકાત લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે આવેલ કોરોના વેકસીન નિર્માતા ઝાયડસ બાયોટેકના પ્લાન્ટની મુલાકાત લીધી

ભારતમાં પણ કોરોના રસીનું ફેઝ-3 ટ્રાયલ

ભારતમાં પણ 6 જેટલી કંપનીઓ કોરોના વાઇરસની રસીનું પરીક્ષણ કરી રહી છે. તેમાં ત્રણ કંપનીઓ સરકારના બાયોલોજીકલ ડિપાર્ટમેન્ટના સહયોગથી કોરોના વાઇરસની રસીનું ટ્રાયલ કરી રહી છે. જે સૌથી વધુ આશાસ્પદ છે. જેમાં ભારત બાયોટેક-હૈદરાબાદ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ-પૂણે અને અમદાવાદની ખાનગી ફાર્મા કંપની ઝાયડ્સનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે ચાંગોદર પહોંચ્યા

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓમાં થઇ રહેલ કોરોનાની રસીના તૈયારીઓની સમીક્ષા રૂબરૂ જઈને કરી છે. 31 ઓકટોબરે તેમની અમદાવાદ મુલાકાત બાદ એક મહિના કરતા ટૂંકા ગાળામાં આ તેમની બીજી મુલાકાત છે. વડાપ્રધાન સવારે 09 વાગ્યાની આસપાસ એરફોર્સના વિમાનમાં અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાથી તેઓ હેલિકોપ્ટર મારફતે અમદાવાદના શહેરના છેવાડે આવેલ ચાંગોદર વિસ્તારમાં સ્થિત ઝાયડ્સ કંપનીના કોરોના રસી બનાવતા પ્લાન્ટ પર પહોંચ્યા હતા.

વડાપ્રધાનની મુલાકાત અંગે નાયબ મુખ્યપ્રધાને એક દિવસ અગાઉ આપી હતી આધિકારીક માહિતી

પોતાના સુરક્ષા કાફલા સાથે ચાંગોદર સ્થિતિ પ્લાન્ટની મુલાકાત માટે વડાપ્રધાન પહોંચ્યા હતા. તેમની આ મુલાકાતની માહિતી આધિકારીક રીતે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અગાઉ આપી હતી.

પીએમ મોદીએ ઝાયડસ બાયોટેકના પ્લાન્ટની મુલાકાત લીધી

વડાપ્રધાનની સુરક્ષામાં 400 પોલીસ જવાનો તૈનાત

વડાપ્રધાનની અમદાવાદ મુલાકાતને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેન્જ આઈજીની દેખરેખ હેઠળ 400થી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત માટે ઉપસ્થિત હતા. આ ઉપરાંત SPGના જવાનો અને ડોગ સ્ક્વોડે પણ પ્લાન્ટ બહાર સુરક્ષાની સમીક્ષા કરી હતી. પ્લાન્ટથી એક કિલોમીટર સુધીના રોડ પરની તમામ દુકાનો બંધ કરાવવામાં આવી હતી, તેમજ રસ્તા બંધ કરાયા હતા.વડાપ્રધાનના હેલિકોપ્ટર સાથે સુરક્ષામાં અન્ય બે હેલિકોપ્ટર પણ હતા.

વડાપ્રધાનના સ્વાગત માટે ઝાયડ્સના માલિક પંકજ પટેલ સહપરિવાર ઉપસ્થિત

વડાપ્રધાનના સ્વાગત માટે પ્લાન્ટ ખાતે ઝાયડ્સ ફાર્માસ્યુટિકલ્સના માલિક પંકજ પટેલ સહ પરિવાર ઉપસ્થિત હતા. કોરોના વાઈરસની ગાઈડલાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને વડાપ્રધાન નરેન્દ્રમોદીનું સ્વાગત કરાયુ હતું. પંકજ પટેલના પૌત્ર અને પૌત્રીને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાને કોન્ફરન્સ રૂમમાં વૈજ્ઞાનિકો સાથે રસીને લઈને વિસ્તૃત ચર્ચા કરી હતી.

વડાપ્રધાને પીપીઈ કીટ પહેરીને રસી પ્રોડક્શન લેબમાં પ્રવેશ કર્યો

વડાપ્રધાને પીપીઈ કીટ અને માસ્કથી સજ્જ થઈને કોરોનાની રસી જ્યા તૈયાર થઈ રહી છે, તે લેબોરેટરીની મુલાકાત લીધી હતી અને રસીની બનાવટનું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રસી બનાવવાની પ્રક્રિયા દરમિયાન ઝાયડસ ફાર્માન આ પ્લાન્ટમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ કોરોના પણ પોઝિટિવ આવી ચૂક્યા છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં બિહારવાસીઓને વિનામૂલ્યે કોરોના રસી પૂરી પાડવાનું વચન આપ્યું હતું. દરેક ભારતીયને પણ આ રસી વિનામૂલ્યે મળે તે ભારત સરકારે જોવું જ રહ્યું.

સ્વદેશી આત્મનિર્ભર વેક્સીન

ફોરેન કંપનીની રસી એકંદરે સ્વદેશી કરતા ઘણી જ મોંઘી અને તેના ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ પડે તેમ છે. ત્યારે સ્વદેશી રસી 'આત્મનિર્ભર ભારત અંતર્ગત' વિકસાવવામાં આવી રહી છે. જેમાં કેન્દ્ર સરકારનું બાયોલોજીકલ ડિપાર્ટમેન્ટ સહયોગ આપી રહ્યું છે. ઝાયડ્સ દ્વારા 'ઝાયકોવ-ડી' નામની કોરોનાવાયરસ વેકશીન તૈયાર કરાઈ છે.

વડાપ્રધાનની મુલાકાતને લઈને રસીની જલ્દી ઉપલબ્ધતાની આશા સેવાઇ

વડાપ્રધાનની આ મુલાકાત ઘણી જ સૂચક છે. તેમને એક કલાક જેટલો સમય ઝાયડ્સના પ્લાન્ટમાં વિતાવ્યો હતો. આ તથ્યો એવા સંકેત કરી રહ્યા છે કે નવા વર્ષની શરૂઆતમાં જ લોકોને કોરોના વાઇરસની રસી ઉપલબ્ધ થાય. ઝાયડ્સ દ્વારા વેક્સિન બનાવવા 300 વૈજ્ઞાનિકોની ટીમ કામે લાગી છે. જો ફેઝ-4 ટ્રાયલ સંપૂર્ણ સફળ થાય તો ટૂંક જ સમયમાં દસ કરોડ જેટલા ડોઝ બને તેવી તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે.

વડાપ્રધાન અમદાવાદથી હૈદરાબાદ જવા રવાના

ઝાયડ્સ પ્લાન્ટની મુલાકાત બાદ 11 વાગ્યાની આસપાસ વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા હતા, ત્યાથી તેઓ હૈદરાબાદ જવા રવાના થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.