- અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલવેનું ખાતમૂર્હત
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી શકે છે ખાતમૂર્હત
- ઉતરાયણ પહેલા વડાપ્રધાન મોદી દ્વારા 5553 કરોડના પ્રોજેક્ટનું ખાતમૂર્હત
અમદાવાદ : ઉતરાયણ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોનું બીજા ફેઝનું ખાતમુહૂર્ત કરે તેવી શક્યતાઓ સંપૂર્ણ જોવા મળી રહી છે. મેટ્રો રેલના બીજા તબક્કામાં મહાત્મા મંદિરથી મોઢેરા સુધીની શરૂઆત કરવામાં આવે તેવી સંભાવનાઓ લાગી રહી છે.મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા ફેઝમાં ખાતમુર્હર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલ પણ કરી શકે છે અને અમદાવાદ પણ આવે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે.
મહત્વનું છે કે અમદાવાદ, ગાંધીનગર સીટી સુરતમાં પણ મેટ્રો રેલ માટેનું શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તેને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓને આખરી ઓપ પણ આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વૈષ્ણોદેવી સર્કલ નજીક તૈયાર થયેલા સરદાર પટેલ હોસ્ટેલ ને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 12 જાન્યુઆરીના રોજ લોકાર્પણ થાય તેવી શક્યતાઓ છે.
ગુજરાત મેટ્રો રેલ દ્વારા બીજા ફેઝની કામગીરી કરી શરુ
મહાત્મા મંદિર થી મોટેરા સુધીના મેટ્રો રેલ પ્રોજેક્ટની અંદર આગામી 16 જાન્યુઆરી બાદ કામગીરી શરૂ કરવામાં આવી છે. તે માટે પૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સંપૂર્ણ અમદાવાદ મેટ્રો રેલવે ની કામગીરી 2022માં પૂર્ણ થાય તેવી પણ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે.
આ પણ વાંચો :