- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ગાંધી આશ્રમની મુલાકાતે
- એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી પોલીસ રિહર્સલ કરવામાં આવ્યું
- અમદાવાદ શહેર પોલીસ અને SPG દ્વારા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું
અમદાવાદઃ 12 માર્ચના રોજ દાંડી કૂચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ગાંધીઆશ્રમની મુલાકાતે આવનાર છે. જેને લઈ ગાંધી આશ્રમમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ગાંધીઆશ્રમમાં સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીઆશ્રમમાં બહારથી આવનારા મુલાકાતીઓનું ચેકિંગ કરી અને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આશ્રમના બંને ગેટ પર પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. સભા સ્થળ પર પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
SPG દ્વારા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું
વડાપ્રધાન મોદી સવારે 10 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને પ્રથમ ગાંધીઆશ્રમ ખાતે આવશે. શહેર પોલીસ અને SPG દ્વારા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતુ. એરપોર્ટથી ડફનાળા, નારણઘાટ, સુભાષબ્રિજ થઈ ગાંધીઆશ્રમ સુધી ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાનીમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. આશ્રમની આસપાસ આવેલી સોસાયટી અને ગલીઓની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ગાંધી આશ્રમ પોલીસ છાવણીમાં ફેરવાયું
જ્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જ્યારે સવારથી જ ટ્રાફિક ડાઇવર્જન આપવામાં આવ્યું છે. જેમાં ગાંધી આશ્રમ પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેમ લાગી રહ્યું છે.