અમદાવાદઃ કેનેડાથી મંગાવવામાં આવેલી ફ્લોટિંગ જેટી તેના નિયત સ્થાને લાગી ચૂકી છે. જેટી સુધી જવાનો બ્રિજ પણ યુએઈથી મંગાવવામાં આવ્યો હતો તે પણ લાગી ચૂક્યો છે. સી પ્લેનનો જે રૂટ નક્કી કરવામાં આવ્યા છે, તે પરથી ઉડાન ભરવા માટે આંબેડકર બ્રિજ અને જમાલપુર બ્રિજ વચ્ચે વચ્ચે સૌથી વધુ અંતર છે, ત્યાં નદીના પાણી પર રન-વે તૈયાર થઇ ચૂક્યો છે. તે માટેના માર્કર પણ નદીમાં મૂકી દેવામાં આવ્યાં છે જેથી પાયલટને સી-પ્લેનના ઉતરાણમાં સરળતા રહે.
આ ઉપરાંત એરોડ્રામ બનાવવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે. સી-પ્લેન માટે જરૂરી એવું પાણી નદીમાં છોડી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે, એટલે રિવરફ્રન્ટ ઉપર ખૂબ જ સ્વચ્છતા જાળવવામાં આવી રહી છે. જો કેવડીયાની વાત કરીએ તો સરદાર સરોવર ડેમના તળાવ નંબર ત્રણ મા સી-પ્લેનને ઉતારવાની કરવાની યોજના છે. ત્યારે ત્યાંથી મગરોને ખસેડી દેવાયાં છે.
31 ઑક્ટોબરે અમદાવાદથી સી-પ્લેનની પ્રથમ ઉડાનને લઈને તડામાર તૈયારીઓ... - સી પ્લેન પ્રોજેક્ટ
આગામી 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સી પ્લેનની પ્રથમ ફ્લાઇટનું ઉદ્ઘાટન કરી ત્યાંથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. આ તમામ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.